World

યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’

By GS TEAM
24 Mar 20262 mins read
TukuTouch Logo
વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’

Indonesia Rejects US's 'Board of Peace' Plan : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

અમે 1 અબજ ડૉલર આપવા કહ્યું જ નથી : ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ

રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો(Indonesia President Prabowo Subianto)એ જણાવ્યું કે, 'ઈન્ડોનેશિયાએ આ પહેલ હેઠળ માત્ર શાંતિ જાળવવા માટે સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એક અબજ ડૉલરનું યોગદાન આપીશું.' સુબિયાન્તોએ સ્પષ્ટ કર્યું કે તેઓ કાયમી સભ્યપદ માટે માંગવામાં આવતી એક અબજ ડૉલરની ફી આપવા માટે ક્યારેય સંમત થયા નથી.

આ પણ વાંચો : ‘સંપૂર્ણ જીત સુધી લડાઈ ચાલુ રાખીશું’ ઈરાની સેનાની મોટી જાહેરાત, ટ્રમ્પનો દાવો ફગાવ્યો

ટ્રમ્પે ગાઝા યુદ્ધ મુદ્દે 'બોર્ડ ઑફ પીસ'ની સ્થાપના કરી હતી

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને કતાર અને ઈજિપ્ત સાથે મળીને ઑક્ટોબરમાં ગાઝા યુદ્ધ રોકવા માટે જે યુદ્ધવિરામ કરાવ્યો હતો, તેના ભાગરૂપે 'બોર્ડ ઑફ પીસ'ની સ્થાપના કરવામાં આવી છે. આ બોર્ડના કાયમી સભ્ય બનવા માટે સભ્ય દેશોએ એક અબજ ડૉલરની ફી ચૂકવવી પડે છે, જેની અત્યારે વૈશ્વિક સ્તરે ટીકા થઈ રહી છે.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્ર્પ્રમુખ દેશમાં આંતરિક વિરોધમાં 

ઈન્ડોનેશિયામાં પૂર્વ જનરલ પ્રબોવોને મુસ્લિમ સંગઠનોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ જૂથો ગાઝામાં 8000 શાંતિ સૈનિકો મોકલવાના વચન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આ ટીકાઓ વચ્ચે પ્રબોવોએ સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું કે, ‘જો આ પહેલ પેલેસ્ટાઈન માટે ફાયદાકારક સાબિત નહીં થાય અથવા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ નહીં હોય, તો અમે આમાંથી બહાર નીકળી જઈશું.’

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ મુદ્દે ચર્ચા