Get The App

'ખંડણી'ની વસુલાત અંગે કેનેડાનો ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર ઉપર અંધાધૂંધ ગોળીબાર

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
'ખંડણી'ની વસુલાત અંગે કેનેડાનો ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર ઉપર અંધાધૂંધ ગોળીબાર 1 - image

- બ્રિટિશ કોલંબિયા સ્થિત સરે શરેલા ન્યૂટન વિસ્તારમાં આવેલા ખોસાના ઘર ઉપર બુધવારે સવારે 4.40 વાગે ગોળીબાર થયો હતો : કોઇને ઇજા થઇ નથી : પોલીસ

સરે (બ્રિટિશ કોલંબિયા) : કેનેડામાં ક્રિકેટ એસોસીએશનમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યો છે તેવામાં બ્રિટિશ કોલંબિયા સ્થિત સરે શહેરના 'ન્યૂટન' વિસ્તારમાં આવેલાં કેનેડાના ક્રિકેટ એસોસિએશનના ચીફ અરવિંદ ખોસાનાં મકાન ઉપર બુધવારે વહેલી સવારે ૪.૪૦ વાગે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇને ઇજા થઇ ન હતી. આ માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના ખંડણીની વસુલાત સાથે સંકળાયેલી હોય તેમ લાગે છે.

પોલીસ અધિકારીએ તેમ પણ કહ્યું હતું કે સ્પેશ્યલ પોલીસ સર્વિસ (એસ.પી.એસ.)ની ખંડણી વસુલાતો વિષે તપાસ કરતી ટીમ અત્યારે કાર્યરત બની ગઈ છે, તેમજ ઇન્ટીગ્રેટેડ ફોરેન્સિક આઈડેન્ટીફીકેશન સર્વિસીઝ (આઈએફઆઈએસ) પણ ફીઝીકલ એન્ડ ડીજીટલ એવિડન્સીઝ પણ મેળવી રહ્યું છે.

કેનેડીયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) ન્યૂઝે જણાવ્યું હતું કે ક્રિકેટ કેનેડાના પ્રમુખ અરવિંદ ખોસાએ ફોન ઉપર જણાવ્યું હતું કે તેમનાં ઘર ઉપર હુમલો થયો હતો. પંરતુ તેથી વધારે કશી વિગતો તેમણે આપી ન હતી.

ખોસાએ તાજેતરમાં જ ક્રિકેટ કેનેડાના ચીફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. જો કે આ સંસ્થામાં આંતરિક વિખવાદ ઘણો ચાલે છે. સીબીસી ન્યૂઝે વધુમાં જણાવ્યું હતું કે કોઇ ગેંગ દ્વારા કેનેડાની ક્રિકેટ ટીમના સભ્યોને પણ એપ્રિલ મહિનાથી ધમકીઓ મળી રહી છે. બીજી તરફ કેનેડીયન ક્રિકેટ બોર્ડ ઉપર ભ્રષ્ટાચાર અને મેચ ફીક્સિંગના આક્ષેપો થઇ રહ્યા છે.