World

બ્રિક્સમાં જોડાવાના પાકિસ્તાનના પ્રયત્નો પર ભારતનો વીંટો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતે પાકિસ્તાનને બ્રિક્સમાં સામેલ થવાથી રોક્યું છે. નવી દિલ્હીએ જણાવ્યું કે પાકિસ્તાનનો માનવાધિકાર રેકોર્ડ અત્યંત ખરાબ છે અને તેમાં સુધારો કરવા ઈચ્છતું નથી. પાકિસ્તાને 2023થી બ્રિક્સમાં જોડાવા પ્રયાસ કર્યો હતો અને ચીન-રશિયાનો ટેકો પણ મેળવ્યો હતો. જોકે, ભારતના વીટોને કારણે તેને પ્રવેશ મળ્યો નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન લઘુમતીઓ પર અત્યાચાર ગુજારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિક્સમાં જોડાવાના પાકિસ્તાનના પ્રયત્નો પર ભારતનો વીંટો
  • પાકિસ્તાનનો હ્યુમન રાઈટ્સ રેકોર્ડ અત્યંત ખરડાયેલો છે તે સુધારવા તૈયાર જ નથી બ્રિક્સમાં તેને લઇ શકાય નહીં : ભારત

નવી દિલ્હી : બ્રિક્સ તે બ્રાઝિલ, રશિયા, ભારત, ચાયના અને સાઉથ આફ્રિકાનું બનેલું એક મહત્ત્વનું સંગઠન છે. ૨૦૨૫માં ઇથોપિયા, ઇજીપ્ત, ઇરાન અને યુ.એ.ઇ.ને તે સંગઠનમાં જોડવામાં આવ્યાં. વૈશ્વિક જી.ડી.પી.માં ૪૦ ટકા જેટલું યોગદાન આપનારાં આ સંગઠનમાં જોડાવા માટે બીજા ૨૯ દેશો લાઈનમાં છે. પાકિસ્તાન તે પૈકીનું એક છે.
પાકિસ્તાને તેમાં જોડાવા માટે ચાયના અને રશિયાનો પણ ટેકો માગ્યો હોવા છતાં ભારતે વીટો વાપરી તેનો પ્રવેશ અટકાવ્યો છે. આ અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે બ્રિક્સને વિકાસશીલ દેશો માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ કહેવાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ૨૦૨૩થી તે સંગઠનમાં જોડાવા પ્રયત્ન કરી રહ્યું છે. તે માટે તેણે ચાયના અને રશિયાનો પણ ટેકો લીધો છે. પરંતુ ભારતના વીટોને લીધે હજી સુધી બ્રિક્સમાં પાકિસ્તાનને પ્રવેશ નથી મળ્યો તે અન્યાય પૂર્ણ છે.
આ સામે ભારતે મજબૂત દલીલ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો હ્યુમન રાઇટ્સ રેકોર્ડ ઘણો જ ખરડાયેલો છે, તેટલું જ નહીં પરંતુ, તેને તેનું વલણ સુધારવા વર્ષોથી કહેવામાં આવે છે, છતાં તે સુધર્યું નથી. વાસ્તવમાં સુધરવા માગતું જ નથી. તેથી તે આ સંગઠનમાં જોડાવાને યોગ્ય નથી.
ભારતની આ દલીલ સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ થઇ શકે તેમ જ નથી. તે નક્કર વાસ્તવિક્તા છે કે પાકિસ્તાનમાં લઘુમતિઓને કચડવામાં કશું બાકી રખાયું નથી. ત્યાં હિન્દૂ, ખ્રિસ્તી, પારસી અને શિખોની તેમાંયે સૌથી વધુ હિન્દુઓની કન્યાઓને ધોળે દિવસે ઉઠાવી જઈ પરાણે ધર્માન્તરિત કરી ફરજિયાત મુસ્લીમ યુવક સાથે પરણાવવાની ઘટનાઓ રોજીંદી બની રહી છે. તેનો આર્થિક વિકાસ દર પણ તૂટતો જાય છે. લીધેલી લોનોનું વ્યાજ હપ્તેથી પણ ચૂકવવાની વિદેશ મુદ્રા નથી. પરંતુ સૌથી વધુ તો તેનો હ્યુમન રાઇટ્સ રેકોર્ડ જ બ્રિક્સમાં પ્રવેશ માટે અવરોધરૂપ છે.