Get The App

યુદ્ધને કારણે ભારતનું 17 લાખ ટન ક્રૂડ ઓઈલ, 3.2 લાખ ટન એલપીજી હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયા

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે ભારતનું 17 લાખ ટન ક્રૂડ ઓઈલ, 3.2 લાખ ટન એલપીજી હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયા 1 - image

- ભારતના 22 સહિત કુલ 500થી પણ વધુ જહાજ હોર્મુઝની ખાડીમાં

- ઇરાન હોર્મુઝની ખાડીના દરેક જહાજ અમેરિકા કે ઇઝરાયેલના નથી તેની ચકાસણી કર્યા પછી જ તેને પસાર થવાની મંજૂરી આપી છે

- ભારતના જહાજોમાં છ જહાજ એલપીજી કેરિયર, એક એલએનજી, ચાર ક્રૂડ ઓઇલ ટેન્કર એક કેમિકલ પ્રોડક્ટ્સ, ત્રણ કન્ટેનર શિપ અને બે બલ્ક કેરિયર સામેલ

Iran war and India News : ઇરાન યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે ભારતનું 16.7 લાખ ટન ક્રૂડ ઓઇલ, 3.2 લાખ ટન એલપીજી ગેસ અને બે લાખ ટન એલએનજી ભરેલા 22 જહાજ હોર્મુઝની ખાડીમાં અટવાયેલા છે. જો કે હાલ સુધી આ બધા જહાજ સલામત છે અને તેને કાઢવાની મથામણ ચાલી રહી છે, એમ શિપિંગ ઉદ્યોગમાં ભારતના ખાસ સચિવ રાજેશકુમાર સિંહાએ જણાવ્યું હતું. ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયુ ત્યારે કુલ 28 ભારતીય જહાજ હોર્મુઝની ખાડીમાં હતા. તેમા 24  પશ્ચિમ કાંઠો અને ચાર જહાજે પૂર્વ કાંઠે છે. 

ગયા સપ્તાહેથી એક-એક પક્ષેથી બંને જહાજ કોઈપણ ફટકો સહન કર્યા વગર બહાર આવવામાં સફળ રહ્યા હતા. કુલ 22 જહાજ પરના 611 ખલાસીઓ સલામત હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુ એક ભારતીય જહાજ જોડાતા હાલમાં ત્રણ જહાજો પૂર્વકિનારે છે. હોર્મુઝની ખાડીમાં કુલ ૨૨ ભારતીય જહાજો પશ્ચિમ બાજુએ છે. આ 22 જહાજમાંથી છ જહાજ એલપીજી કેરિયરના છે. એક લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) ટેન્કર છે, ચાર ક્રૂડ ઓઇલ ટેન્કર છે અને એક કેમિકલ પ્રોડક્ટ્સનું પરિવહન કરતું જહાજ છે, ત્રણ કન્ટેનર શિપ છે અને બે બલ્ક કેરિયર છે. 

આ સિવાય એક જહાજ ડ્રેજર છે અને એક જહાજ ખાલી છે. તેમા કોઈપણ પ્રકારનો માલસામાન નથી. જ્યારે ત્રણ ડ્રાઇ ડોક છે, જે મરમ્મતની કામગીરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. સિંહાએ જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત ખાડીમાં ભારતીય જહાજોને સલામત કાઢવાના પ્રયત્નો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં હોર્મુઝની ખાડીમાં કુલ 500 ટેન્કર અટવાયેલા છે. તેમાથી 108 ક્રૂડ ઓઇલ ટેન્કર છે, 166 ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે, 104 કેમિકલ-પ્રોડક્ટ ટેન્કર છે.  આ સિવાય ૫૨ કેમિકલ ટેન્કર અને 53 અન્ય ટેન્કર છે. 

વિશ્લેષકોનું કહેવું છે ક ઇરાન પસંદગીના જ જહાજોને ચકાસણી કર્યા પછી પસાર થવા દે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસમાં હોર્મુઝમાં આવા ચાર જહાજ લારાક-ક્યુશમ ચેનલ દ્વારા પસાર કરાવવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે વેરિફિકેશનની પ્રક્રિયામાં ઇરાન જહાજ અમેરિકા કે ઇઝરાયેલનું નથી તે સુનિશ્ચિત કરે છે. તેના પછી જ તે તેને આગળ વધવાની છૂટ આપે છે. અત્યાર સુધી પસાર થયેલા જહાજોમાં જોઈએ તો બે ગ્રીક, એક ભારતીય અને એક પાકિસ્તાની જહાજ પસાર થયું છે.  ભારત તેની ક્રૂડ ઓઇલની 88 ટકા, નેચરલ ગેસની 50 ટકા અને એલપીજીની 60 ટકા આયાત ગેસથી પૂરી કરે છે. ભારત સાઉદી અરેબિયા, ઇરાક અને યુએઈ જેવા દેશો પાસેથી તેની જરૂરિયાતના અડધા ઉત્પાદનની આયાત કરે છે. ભારતનો 85 થી 95 ટકા એલપીજી અને 30 ટકા ગેસ હોર્મુઝની ખાડીમાંથી આવે છે. આ પુરવઠામાં અવરોધ આવે તો રશિયા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી પૂરી કરે છે.