World

બ્રિટિશ રોયલ એરફોર્સના પાયલોટસને ભારતીય પાયલોટસ તાલિમ આપશે

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત અને બ્રિટન વચ્ચેના ઐતિહાસિક સંરક્ષણ કરારો હેઠળ, 79 વર્ષે ઇતિહાસે કરવટ બદલી છે. ઇન્ડિયન એરફોર્સના 'ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રકટર્સ' (QFIS) હવે રોયલ એરફોર્સ (RAF)ના પાયલોટ્સને લંડનમાં 'ફાસ્ટ-જેટ પાયલોટિંગ' શીખવશે. આ પગલું બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટિશ રોયલ એરફોર્સના પાયલોટસને ભારતીય પાયલોટસ તાલિમ આપશે
  • 79 વર્ષે ઈતિહાસ કરવટ બદલે છે
  • ઈંડીયન એરફોર્સના 'ક્વોલિફાઇડ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર્સ' (QFIS) રોયલ એરફોર્સ (RAF)ના પાયલોટસને 'ફાસ્ટ-જેટ પાયલોટિંગ' શિખવાડશે

લંડન : ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ઐતિહાસિક દ્વિપક્ષીય સંરક્ષણ કરારોના ભાગરૂપે ઈંડીયન એરફોર્સના 'ક્વોલિફાઇડ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર્સ' બ્રિટિશ રોયલ એરફોર્સના પાયલોટસને 'ફાસ્ટ-જેટ-પાયલોટિંગ' શિખવાડશે.
નિરીક્ષકો કહે છે : ૧૯૪૭માં ભારત બ્રિટિશ પેરેમાઉન્સીમાંથી આઝાદ થયું પછી ૭૯ વર્ષે ઈતિહાસે કેવી કરવટ બદલી છે, તેનું આ તાદ્રશ્ય ઉદાહરણ છે.
ઈંડીયન એરફોર્સનાં મિડીયા-કો-ઓર્ડીનેટર સેન્ટરે 'x' ઉપર કરેલા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. સાથે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંરક્ષણ વિષેના સંબંધોમાં આ એક ઐતિહાસિક પગલું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં ડીફેન્સ સેક્રેટરી રાજેશકુમાર સિંઘે યુ.કે.ના નેશનલ સિક્યુરીટી એડવાઇઝર જોનાથન નિકોલસ પોવેલ સાથે કરેલી મંત્રણા દરમિયાન ઈન્ડીયા-યુકે-ડીફેન્સ- કોઓપરેશન ફ્રેમ વર્કમાં હજી સુધીમાં થયેલી પ્રગતિ વિષે ચર્ચા કરી હતી. આ પછી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ પોવેલ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક સલામતી વિષે ચર્ચા કરી હતી.
જેનાથી નિકોલસ પોવેલે ભારતના નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે પણ પ્રાદેશિક અને વૈશ્વિક સલામતી વિષે મંત્રણા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મંત્રણા દરમિયાન અન્ય અનેક બાબતો ઉપરાંત સૌથી વધુ ભાર સંરક્ષણ ક્ષેત્રે પારસ્પરિક સહકાર ઉપર મુક્યો હતો.
મોદીએ બ્રિટિશ નેવી સાથે ભારતના નેવીએ 'કોંકણ યુદ્ધ અભ્યાસ' માટે ચર્ચા કરી હતી અને ભારતના સમુદ્રતટથી થોડે દૂર આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમ ભારત અને બ્રિટન સાથે સંરક્ષણ ક્ષેત્રે નિકટતા વધી રહી છે.