ઈઝરાયલ જઈ રહેલા વિમાનને ઉડાવી રહ્યા હતા ભારતીય સ્મિત, બહાદુરીથી બન્યા હીરો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Pilot Smit Machchhar Saves 180 Lives: દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટના કેપ્ટનની ઓળખ થઈ ગઈ છે. આ વિમાન ઉડાડી રહેલા કેપ્ટનનું નામ સ્મિત મછાર છે. સ્મિત ભારતના નાગરિક છે અને ગુજરાતના વતની છે. સ્મિત પર તેમના સહ-પાઇલટે છરીથી હુમલો કરીને પ્લેનને પોતાના કબ્જામાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્મિતે તેના ઈરાદા નિષ્ફળ બનાવ્યા. સ્મિત છરીના ઘા વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા, તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, છતાં તેમણે વિમાનનું નિયંત્રણ પોતાના કો-પાઇલટને ન આપ્યું. જો એવું થયું હોત તો બીજી 9/11 જેવી ઘટના બની શકી હોત. સ્મિત પોતાની જાંબાઝીથી હીરો બની ગયા છે.
ઇઝરાયલ સરકારના જણાવ્યા અનુસાર બીજો પાઇલટ વિમાનને ક્રેશ કરાવવા માગતો હતો. ત્યારે બહાર બેઠેલા મુસાફરોએ બંને પાઇલટો વચ્ચેની લડાઈ જોઈ લીધી અને કોકપિટ તોડીને અંદર પહોંચ્યા તથા બીજા પાઇલટને કાબૂમાં લીધો હતો.
ભારતીય પાયલટ સ્મિતે બચાવ્યો જીવ
કેપ્ટન સ્મિત એ જ પાઇલટ છે જેમના પર આજે 'ફ્લાઈદુબઈ' (FlyDubai) ની ઘટના દરમિયાન છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી FZ1073 ફ્લાઇટનો રૂટ બદલીને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.
સ્મિતે જૂન 2022 માં 'ફ્લાઈદુબઈ' માં 'ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન' તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે જૂન 2011 થી 2022 સુધી લગભગ 11 વર્ષ 'સ્પાઈસજેટ' સાથે કામ કર્યું છે. ઇન્ડિયન કેપ્ટન સ્મિત મછારને તેમના કો-પાઇલટે છરી મારીને ઈજાગ્રસ્ત કર્યા હતા. સ્મિત 'બોઇંગ 737' ફ્લીટના એક્સપર્ટ છે, અને સુરક્ષા તથા નિયમોના પાલન પર ખાસ ધ્યાન આપે છે. તેમણે અન્ય પાઇલટોનું માર્ગદર્શન પણ કર્યું છે. તેમણે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પણ મેળવી છે. છરીબાજીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા બાદ સ્મિત મછારને તબુકની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઇઝરાયલના PMએ જણાવી ઘટના
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા મુજબ, કો-પાઇલટે કેપ્ટનને છરી માર્યા બાદ પ્લેનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્લેનમાં સવાર મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સે હસ્તક્ષેપ કર્યો અને પ્લેનને નિયંત્રણમાં લાવવામાં મદદ કરી. ત્યારબાદ પ્લેન સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડ થયું. નેતન્યાહૂએ આ ઘટનાને અત્યંત ગંભીર સુરક્ષા ઘટના ગણાવી અને કહ્યું કે, સાઉદી અધિકારીઓ કો-પાઇલટની પૂછપરછ કરશે, જેની પ્લેન લેન્ડ થયા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. એક ઇઝરાયલી અધિકારીએ હુમલાખોરની ઓળખ ઓમાનના નાગરિક તરીકે કરી છે.
નીચે તરફ ઉતરવા લાગ્યુંખા હતું વિમાન
નેતન્યાહૂએ તેમની ઓફિસથી જાહેર કરેલા વીડિયો નિવેદનમાં કહ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે. તેમણે એ પણ જણાવ્યું કે વિમાનમાં સવાર મોટાભાગના લોકો ઇઝરાયલી હતા. નેતન્યાહૂએ કહ્યું કે જ્યારે વિમાન અનિયંત્રિત થઈને નીચે તરફ ઉતરવા લાગ્યું, ત્યારે મુસાફરો અને ક્રૂના એક સભ્યએ બળજબરીપૂર્વક કોકપિટમાં પ્રવેશ કર્યો. તેમણે જોયું કે કો-પાઇલટ વિમાનના સિસ્ટમ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે કહ્યું, તેમણે અનેક જીવ બચાવ્યા અને એક મોટી દુર્ઘટના ટાળી દીધી.
શું થઈ હતી સમગ્ર ઘટના?
આકાશમાં 34 હજાર ફૂટની ઊંચાઈ પર 180 મુસાફરોને લઈને જઈ રહેલું બોઇંગ 737 વિમાન, જેનું લેન્ડિંગ ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં થવાનું હતું. 180 મુસાફરોમાં મોટાભાગના ઇઝરાયલી જ હતા. વિમાન સામાન્ય સ્પીડથી ઊડી રહ્યું હતું. બુધવારે સવારે ફ્લાઈદુબઈના બોઇંગ 737 મેક્સ 8 વિમાને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ માટે ઉડાન ભરી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ જેવું વિમાન સાઉદી અરેબિયા અને જોર્ડનની હવાઈ સીમા નજીક પહોંચ્યું, ત્યારે ATC ના રડાર પર Squawk 7700 (જનરલ ઈમરજન્સી) નો મેસેજ ફ્લેશ થયો. અને તુરંત જ સ્ક્રીન પર ચમક્યું Squawk 7500. આ ઇન્ટરનેશનલ એવિએશનનો એ ભયાનક કોડ છે, જેનો સીધો અર્થ વિમાનની ઉડાન પ્રણાલીમાં ગેરકાયદેસર હસ્તક્ષેપ થાય છે, એટલે કે વિમાનના હાઇજેકિંગની આશંકા.
34 હજાર ફૂટની ઉંચાઈએ હતુ વિમાન
આ દરમિયાન 34 હજાર ફૂટની ઊંચાઈ પર ઊડી રહેલું આ વિમાન હવામાં હાલક-ડોલક થવા લાગ્યું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ 30,875 ફૂટની ઊંચાઈથી આ વિમાન માત્ર 29 સેકન્ડમાં 14 હજાર ફૂટથી વધુ નીચે આવી ગયું. Flightradar24 અનુસાર ફ્લાઇટ અચાનક 33,000 ફૂટથી 17,000 ફૂટની ઊંચાઈ પર આવી ગઈ. તેણે જોર્ડનની સીમા પાસે ચક્કર લગાવ્યા અને આખરે લગભગ એક કલાક પછી તબુકમાં લેન્ડ કર્યું. ત્યાં સુધીમાં વિમાનના કોકપિટમાં અફરાતફરી મચી ચૂકી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા અને મીડિયા એજન્સીઓ દ્વારા જોવામાં આવેલા વીડિયો ફૂટેજમાં પ્લેનના ફ્લોર પર બે લોકો લોહીલુહાણ હાલતમાં દેખાઈ રહ્યા છે. હિબ્રૂ ભાષામાં એક વ્યક્તિ કહે છે, અમે પાઇલટની સુરક્ષા કરી રહ્યા છીએ.
સાઉદી પોલીસે કો-પાયલોટની કરી ધરપકડ
સાઉદી અરેબિયાના સરકારી ટીવી ચેનલ 'અલ-એખબારિયા' ના રિપોર્ટ મુજબ, તબુકના પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે વિમાનના કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલો કરનાર કો-પાઇલટની ધરપકડ કરવામાં આવી છે, અને સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ તબુકમાં ફસાયેલા તમામ 180 મુસાફરોને લઈને એક વિમાન ઇઝરાયલ પહોંચી ગયું છે.




