Get The App

ભારતીય મૂળના કર્મચારી માટે રેડ કાર્પેટ પાથર્યું, હજારો ડોલર પણ આપ્યા, કેમ જાણીતી કંપનીએ આવું કર્યું?

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
US McDonalds Owner Rewards Indian Employee
(AI IMAGE)

US McDonalds Owner Rewards Indian Employee: અમેરિકાના મેસાચુસેટ્સ સ્થિત મેકડોનાલ્ડ્સ (McDonald's)ના ભારતીય મૂળના કર્મચારી બલબીર સિંહનું ચાર દાયકાની સેવા પૂરી કરવા બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ફાસ્ટ-ફૂડ ચેઇનના ફ્રેન્ચાઇઝી માલિકે એક રેડ-કાર્પેટ ઇવેન્ટ યોજીને તેમને $40,000 (આશરે ₹33 લાખ)નો ચેક આપી સન્માનિત કર્યા. ઉલ્લેખનીય છે કે, બલબીર સિંહે અમેરિકા આવ્યા પછી તરત જ આ રેસ્ટોરન્ટમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને આ સેલિબ્રેશનનું આયોજન તેમના માટે રાખવામાં આવ્યું હતું. 

40 વર્ષની પ્રતિબદ્ધતાનું સન્માન

ફ્રેન્ચાઇઝી માલિક લિન્ડસે વાલિન, જેઓ સમગ્ર વિસ્તારમાં મેકડોનાલ્ડ્સના 9 આઉટલેટ્સનું સંચાલન કરે છે, તેમણે આ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. વાલિને બલબીર સિંહને વ્યવસાયમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાવ્યા. તેમણે જણાવ્યું કે બલબીર સિંહનું ચાર દાયકાનું સમર્પણ એ દર્શાવે છે કે તેમના પરિવારે કંપનીને મજબૂત મૂલ્યો પર ઊભી કરી છે.

વાલિનના જણાવ્યા અનુસાર, બલબીર સિંહ 1980ના દાયકાની મધ્યમાં રેસ્ટોરન્ટ સાથે જોડાયા હતા અને તેમની શરૂઆત કિચન વિભાગમાંથી થઈ હતી. બલબીર સિંહ વિષે વાત કરતા વાલિને કહ્યું કે, 'બલબીરે 40 વર્ષ પહેલાં, ભારતમાંથી યુએસ આવ્યાના થોડા જ સમયમાં મેકડોનાલ્ડ્સમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. બલબીરે સૌપ્રથમ તેમના પિતા બોબ કિંગના નેતૃત્વ હેઠળ કામ કર્યું હતું, જેઓ ફ્રેન્ચાઇઝના મૂળ માલિક હતા.  મારા પિતાનો હેતુ હંમેશા માત્ર એક બિઝનેસ નહીં, પણ એક પારિવારિક વાતાવરણ ઊભું કરવાનો હતો અને હું તે વારસાને જાળવી રાખવાની મારી ફરજ માનું છું.'

હાલમાં અનેક રેસ્ટોરન્ટ્સ બલબીર સિંહની દેખરેખ હેઠળ

ભારતીય મૂળના કર્મચારી બલબીર સિંહએ પોતાની કારકિર્દી વિશે વાત કરતાં કહ્યું, 'મને યાદ છે કે મેં સૌથી મૂળભૂત ભૂમિકાથી શરૂઆત કરી હતી. મેં સૌપ્રથમ ક્રૂ મેમ્બર તરીકે કામ શરૂ કર્યું, કિચનમાં કામ કર્યું અને બેકગ્રાઉન્ડમાં પણ મદદ કરી; ટૂંકમાં, મેં બધું જ કરવાનો પ્રયાસ કર્યો.' સમયની સાથે બલબીર મેનેજરના હોદ્દા સુધી પહોંચ્યા અને હાલમાં તેઓ વાલિનના નેટવર્કમાં આવતા અનેક રેસ્ટોરન્ટ્સની દેખરેખ રાખે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું છે ચીન, જલદી જ તહેનાતી કરાશે, ઈન્ડિયન નેવીએ ખોલી પોલ

40 વર્ષની સેવા બદલ સર્વિસ એવોર્ડ અને $40,000નો ચેક

લિન્ડસે વાલિનએ કહ્યું કે બલબીરના કામથી કંપનીનું વર્ક કલ્ચર મજબૂત બન્યું છે. બલબીરની સૌથી સારી વાત એ છે કે તેમણે અમારી કંપનીના સૂત્ર'Why not?'(શા માટે નહીં?)ને અપનાવ્યું છે. કંઈક નવું કેમ ન અજમાવવું? પ્રગતિ તરફ કેમ ન વધવું? વધુ સારું કરવાની કોશિશ કેમ ન કરવી? તેમના આ સકારાત્મક વલણે અમારી સફળતાને પ્રોત્સાહન આપ્યું છે અને અમારા ઘણા કર્મચારીઓ માટે પ્રગતિના નવા માર્ગ ખોલ્યા છે.'

એનિવર્સરી ઇવેન્ટના દિવસે બલબીર સિંહ એક લિમોઝીનમાં આવ્યા હતા અને તેમના સહકર્મીઓએ બિછાવેલા રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. તેમની 40 વર્ષની સેવા બદલ તેમને સર્વિસ એવોર્ડ, એક યાદગાર 'વન ઇન એઇટ' જેકેટ અને $40,000નો ચેક આપવામાં આવ્યો હતો.

ભારતીય મૂળના કર્મચારી માટે રેડ કાર્પેટ પાથર્યું, હજારો ડોલર પણ આપ્યા, કેમ જાણીતી કંપનીએ આવું કર્યું? 2 - image