World

ભારતીય મૂળના મહાઠગે ટેલર સ્વિફ્ટના પતિ સહિત 64 અમીરોને અબજોનો ચૂનો લગાડ્યો! હવે અમેરિકામાં 11 વર્ષની જેલ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ભારતીય મૂળના સિદ્ધાર્થ જવાહરને પોન્ઝી સ્કીમ કૌભાંડ બદલ 11 વર્ષની જેલ થઈ છે. 38 વર્ષીય જવાહરે 64 લોકોને 35 મિલિયન ડોલર (આશરે 336 કરોડ રૂપિયા) નો ચૂનો લગાવ્યો હતો, જેમાં પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ ભોગ બન્યા હતા. તેણે રોકાણના નામે કરોડો રૂપિયા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ પાછળ ઉડાવ્યા હતા. કોર્ટે 3.13 કરોડ ડોલર પરત કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય મૂળના મહાઠગે ટેલર સ્વિફ્ટના પતિ સહિત 64 અમીરોને અબજોનો ચૂનો લગાડ્યો! હવે અમેરિકામાં 11 વર્ષની જેલ

Siddharth Jawahar Ponzi scheme : અમેરિકામાં ભારતીય મૂળના એક ફાઇનાન્શિયલ એડવાઇઝરેપોન્ઝી સ્કીમ ચલાવીને મોટું કૌભાંડ આચર્યું છે. કોર્ટે આ મામલે સિદ્ધાર્થ જવાહર નામના 38 વર્ષીય બિઝનેસમેનને 11 વર્ષની જેલની સજા ફટકારી છે. તેણે લગભગ 35 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે 336 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ કૌભાંડમાં કુલ 64 લોકોને શિકાર બનાવાયા છે. જેમાં પ્રખ્યાત અમેરિકી પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ સામેલ છે. મિસૌરી ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ અટૉર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, તેને કેલ્સે સહિત અન્ય રોકાણકારોને કુલ 3.13 કરોડ ડૉલર પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

રોકાણકારોના નામે ફ્રોડ અને લક્ઝરી લાઇફસ્ટાઇલ

સિદ્ધાર્થ જવાહર ટેક્સાસની કંપની 'સ્વિફ્ટઆર્ક કેપિટલ'ના સહ-સંસ્થાપક અને મેનેજિંગ પાર્ટનર હતા. કોર્ટના દસ્તાવેજો મુજબ, આ કૌભાંડ 2016 થી ચાલી રહ્યું હતું. જવાહરે રોકાણકારો પાસેથી મળેલી રકમ પાકિસ્તાનની તંબાકુ કંપની 'ફિલિપ મૉરિસ પાકિસ્તાન' (PMP) માં રોકી હતી. જ્યારે આ કંપનીના શેરમાં ઘટાડો થયો, ત્યારે તેણે રોકાણકારોને સત્ય છુપાવીને નફો થતો હોવાનું જૂઠું કહ્યું. ખરેખર તો તેણે 2016 થી 2023 વચ્ચે 3.5 કરોડ ડૉલરમાંથી માત્ર 1 કરોડ ડૉલર જ રોક્યા હતા, જ્યારે બાકીના નાણાંનો ઉપયોગ પ્રાઇવેટ જેટ, મોંઘી હોટલ, ટેક્સાસ અને ન્યૂયોર્કના લક્ઝરી અપાર્ટમેન્ટ, મોંઘા કપડાં અને પ્રાઇવેટ ક્લબની સભ્યપદ પાછળ ઉડાવ્યા હતા.

ગુનો કબૂલ અને કાનૂની પકડ

જવાહરે જાન્યુઆરીમાં વાયર ફ્રોડના ત્રણ મામલાઓમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે સિદ્ધાર્થ જવાહર મૂળ ભારતનો વતની છે અને 2005 થી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જજ જેકરી એમ. બ્લૂસ્ટોને જણાવ્યું કે આ કૌભાંડ લાંબા સમય સુધી ચાલ્યું અને તેમાં ખૂબ જ મોટી રકમનું નુકસાન થયું છે, જેણે તેની સજા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઘટનાથી અમેરિકી બિઝનેસ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.