ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીયની હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્ક : અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં પંજાબનાં કપૂરથલા જિલ્લાનાં રહેવાસી ગુરુદીપ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ૨૮ વર્ષીય ગુરુદ્વીપ ન્યૂયોર્કમાં પિઝા ડિલીવરીનું કાર્ય કરતો હતો.
ઘટનાનાં સમયે તે પિઝા પહોંચાડવા નીકળ્યો હતો. આ દરમિયાન એક અજ્ઞાાત હથિયારબંદ વ્યકિતએ તેના પર ગોળી ચલાવી હતી.
પરિવાર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરદીપ ૧૩ વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. તેણે વિદેશ જવા માટે મોટા પ્રમાણમાં લોન લીધી હતી. તેનું સ્વપ્ન વધુ સારી કમાણી કરવાનું હતું. તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માંગતો હતો.
અમેરિકા પહોંચ્યા પછી પણ તેની મુશ્કેલીઓ ઘટી ન હતી. પરિવારનાં જણાવ્યા અનુસાર તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. તે દિવસ રાત મહેનત કરતો હતો.
પરિવારનાં જણાવ્યા અનુસાર ગુરુદીપ ન્યૂયોર્કનાં રિચમંડ સ્ટ્રીટ વિસ્તામાં પિઝા ડિલિવરી કરી રહ્યો હતો. આ દરમિયાન લૂટનાં પ્રયત્ન દરમિયાન એક અજ્ઞાાત હથિયારધારી વ્યકિતએ તેને ગોળી મારી હતી.
જો કે પોલીસની તપાસમાં ઘટનાનું સંપૂર્ણ કારણ સ્પષ્ટ થયું નથી. સીસીટીવી કેમેરામાં ઘટના પહેલા બે લોકો વચ્ચે ઝઘડો થતો જોવા મળે છે. ત્યારબાદ ગોળીબાર કરવામાં આવે છે.
ગોળીબાર પછી એક વ્યકિત સડક પર પડી જતાં દેખાય છે. બીજો વ્યકિત કારમાં બેસી ત્યાંથી ભાગી જાય છે. પોલીસ સવાર સુધી પુરાવા એકત્ર કર્યા હતાં. અત્યાર સુધી કોઇ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
ગુરુદીપ સિંહનાં પરિવારે પંજાબ અને ભારત સરકારને ગુરુદીપનો મૃતદેહ તાત્કાલિક ભારત લાવવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.




