World

અમેરિકા-યુરોપ કરતાં પણ મોટી ડીલની તૈયારી! ભારતને મળશે ખજાનો, ચીન મોઢું જોતું રહી જશે

By GS TEAM
12 Feb 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ અમેરિકાના એક નાનકડા દેશ ચિલી સાથે ભારત ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે આ કરારથી ભારતને અત્યંત કિંમતી એવા લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર સસ્તા દરે મળી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-યુરોપ કરતાં પણ મોટી ડીલની તૈયારી! ભારતને મળશે ખજાનો, ચીન મોઢું જોતું રહી જશે

AI Image 



India Deal With Chile : દક્ષિણ અમેરિકાના એક નાનકડા દેશ ચિલી સાથે ભારત ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે આ કરારથી ભારતને અત્યંત કિંમતી એવા લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર સસ્તા દરે મળી રહેશે.

ભારત માટે કેમ મહત્ત્વની છે આ ડીલ?

વૈશ્વિક રાજકારણમાં અત્યારે રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) એક વ્યૂહાત્મક હથિયાર બની ગયા છે. ચિલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમનો ભંડાર છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), મોબાઈલ ફોન અને લેપટોપની બેટરી બનાવવામાં થાય છે. આ કરાર બાદ ભારતને લિથિયમ, તાંબુ, કોબાલ્ટ અને મોલિબ્ડેનમ જેવા ખનિજો ઓછી કિંમતે મળશે, જેનાથી ભારતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મજબૂત થશે અને ચીન જેવા દેશો પરની નિર્ભરતા ઓછી થશે.

ટેકનોલોજી અને આર્થિક તાકાત વધશે

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને ચિલી વચ્ચેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ કરાર માત્ર વસ્તુઓના વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ડિજિટલ સેવાઓ, રોકાણ અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSMEs) વચ્ચેના સહયોગને પણ આવરી લેવામાં આવશે. ભારત હવે ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ચિલી સાથેનો આ કરાર ભવિષ્યની આર્થિક અને ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

ભારત-ચિલી વેપારના આંકડા

હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર મર્યાદિત છે, પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ચિલીથી ભારતની આયાત 72 ટકા વધીને 2.60 અબજ ડોલર થઈ છે, જ્યારે ભારતની નિકાસ 1.15 અબજ ડોલર રહી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ આ આંકડાઓમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે ભારતની ઈકોનોમીને નવી ઊંચાઈ પર લઈ જશે.