World

ઈમરાનને ચેકઅપ પછી જેલમાં લઈ જવાયા જેલમાં લઈ જતી વખતે માર્ગો સીલ કરાયા હતા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગઈકાલે મોડી રાત્રે ઈસ્લામાબાદની શિફા-ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આંખની તપાસ માટે લઈ જવાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને સઘન સુરક્ષા વચ્ચે જેલમાંથી ખસેડવામાં આવ્યા હતા. સમર્થકોના તોફાનની ભીતિને કારણે હોસ્પિટલ જતા માર્ગો સીલ કરી, પોલીસ, સેના અને કમાન્ડો ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેમના બહેનને પણ મળવા દેવાયા ન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈમરાનને ચેકઅપ પછી જેલમાં લઈ જવાયા જેલમાં લઈ જતી વખતે માર્ગો સીલ કરાયા હતા

ઈસ્લામાબાદ : પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગઈકાલે મોડી રાત્રે અત્યંત કઠોર સુરક્ષા વચ્ચે જેલમાંથી ઈસ્લામાબાદ સ્થિત 'શિફા-ઈન્ટરનેશનલ હોસ્પિટલ'માં આંખની તકલીફને માટે તપાસ કરાવવા લઈ જવા પડયા હતા. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને લીધે શહબાઝ સરકારને આ કાર્ય કરવું પડયું હતું. રાત્રે એટલા માટે લઈ જવાયા હશે કે બને ત્યાં સુધી તેઓને લઈ જતી જેલની સીલબંધ ગાડીને લોકો રોકી તેમને છોડાવી ન જાય. જોકે તે બનવાની સંભાવના જ ન હતી છતાં જેલમાં જ બંધ તેવા આ પૂર્વ વડાપ્રધાનના સમર્થકોથી ચેતીને ચાલવું તેમ શરીફ સરકારે યોગ્ય માન્યું હશે.
ઈમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેઓનાં બહેને તેઓને મળવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તેઓને મળવા ન દીધાં યાદ રહે કે ઈમરાન ખાનનાં પત્ની બુશરા બીબી તો અત્યારે વિદેશ (ઈંગ્લેન્ડ)માં છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અગ્રણીઓએ જ તેઓને પાકિસ્તાન આવવાની સ્પષ્ટ 'ના' કહી હશે કારણ કે તો તેમની પણ ધરપકડ કરવામાં આવે તે નિશ્ચિત હતું.
ઈમરાન ખાનને લઈ જતી વખતે જેલની બંધ ગાડી માર્ગો ઉપરથી પસાર થાય ત્યારે તેના સમર્થકો સો ટકા તોફાન કરે તે ભીતિને લીધે જેલથી હોસ્પિટલ સુધીના માર્ગો પણ સીલ કરાયા હતા અને હોસ્પિટલ ફરતી લોખંડી કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી.
તે હોસ્પિટલ ફરતી સખત કિલ્લેબંધી હતી. તેનું પ્રમાણ તે ઉપરથી મળી શકે છે કે તે કિલ્લેબંધીની વ્યવસ્થા ઈસ્લામાબાદના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને (આઈજીને) સોંપવામાં આવી હતી.
આટલું ઓછું હોય તેમ પોલીસની સાથોસાથ સેના, ગુપ્તચર સંસ્થાઓ અને કમાન્ડો ટીમને હાઈ એલર્ટ પર રાખી હોસ્પિટલ સુધી જવા માર્ગો અને હોસ્પિટલ ફરતે ગોઠવી દેવામાં આવ્યા હતા.