વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત, ટ્રેડ, ડિફેન્સ અને ક્રિટીકલ ટેકનોલોજી પર ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Trump Telephonic Conversation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર સાર્થક વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, સંરક્ષણ, ઉર્જા અને ક્રિટીકલ ટેકનોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના મહત્વના ક્ષેત્રોની સમીક્ષા કરી છે. સાથે જ બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતી દર્શાવી છે.
PM મોદીએ X પર આપી માહિતી
ટ્રમ્પ સાથેની વાતચીત અંગે માહિતી આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ (X) પર લખ્યું કે, ' અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ. અમે વેપાર, સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં આપણા પરસ્પર સહયોગની સમીક્ષા કરી. અમે આપણી 'કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' (વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી) ને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા છીએ.' પીએમ મોદીએ જણાવ્યું કે, આ સાથે જ બંને દેશોની ભાગીદારીને આગળ વધારવા માટે નિરંતર પરસ્પર સંપર્ક અને નજીકનું સંકલન જાળવી રાખવા પર સંપૂર્ણ સહમતી બની છે.
દ્વિપક્ષીય સબંધો મુદ્દે પણ ચર્ચા
દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ગહન વિચાર-વિમર્શ કર્યો છે. વાતચીતમાં દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલા વૈશ્વિક પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સ્થિરતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.




