World

એમેઝોનમાં પણ AIની અસર : 30000 કર્મચારીની છટણી બાદ હવે 11000ની ભરતી કરવાનો નિર્ણય

By GS Team
1 May 20261 min read
TukuTouch Logo
એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ 30000 નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે, કંપની આશરે 11000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમેઝોનમાં પણ AIની અસર : 30000 કર્મચારીની છટણી બાદ હવે 11000ની ભરતી કરવાનો નિર્ણય

Amazon Lay Off News : એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ 30000 નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે, કંપની આશરે 11000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. 

આ બદલાવનું મુખ્ય કારણ એઆઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ બે તબક્કામાં કર્મચારીઓ ઘટાડયા હતા. ૨૦૨૫ના અંતમાં લગભગ 14000 અને જાન્યુઆરી 2026 માં આશરે 16000 નોકરીઓ ઘટાડી હતી. જેને ટેક સેક્ટરની સૌથી મોટી છટણી માનવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું કે, તેઓ આ વર્ષે એઆઈ સેક્ટર સાથે જોડાયેલા સોફ્ટવેર એન્જિનિયર્સ, ઇન્ટર્ન્સ અને ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી કરશે.  એઆઈ નોકરીઓ ખતમ નથી કરતું, પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. હવે ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે જોડાયેલા કામમાં વધુ તક ઊભી થઈ રહી છે.

એક તરફ નોકરીઓમાં કપાત અને બીજી તરફ નવી ભરતી ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ એક ટ્રાન્ઝિશન છે, જ્યાં જૂની નોકરીઓ ઘટે છે અને નવી ટેક આધારિત નોકરીઓ ઊભી થાય છે. એમેઝોન ભરતી સિસ્ટમમાં પણ એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય ઘણી રૂટીન કામગીરી માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.