Get The App

ચીન જો ઈરાનને શસ્ત્રો આપશે તો તે તેને માટે જ મુશ્કેલી ઊભી કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
ચીન જો ઈરાનને શસ્ત્રો આપશે તો તે તેને માટે જ મુશ્કેલી ઊભી કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image

અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ફાટી નીકળે તેવી સંભાવના

વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે ચીનને સખત ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'જો તમે ઈરાનને શસ્ત્રો આપવાનું ચાલું રાખશો તો તે તમને જ મોટી મુશ્કેલીમાં મુકી દેશે.'

ચીન એક તરફથી દાવો કરે છે કે યુદ્ધવિરામ તેણે કરાવ્યો છે સાથે ઈરાનને શસ્ત્રો આપતું હોવાનો દાવો તે નકારી કાઢે છે

ઉલ્લેખનીય તે છે કે વાસ્તવમાં બંને પક્ષોને મંત્રણાના મેજ ઉપર આવવા ચીને જ સમજાવ્યા હતા, તેમ ચીન દાવો કરે છે. આ પછી બંને પક્ષો પાકિસ્તાનમાં મંત્રણા માટે મળ્યા હતા. પરંતુ તેમાં કોઈ સમાધાન સાધી શકાયું નહીં. પરિણામે તે યુદ્ધ ફરી ફાટી નીકળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

શનિવારે સાંજે વ્હાઇટ-હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમને ચીન દ્વારા ઈરાનને અપાતાં શસ્ત્રો વિષે પૂછવામાં આવ્યું કે ચીન ત્રીજા દેશ દ્વારા ઈરાનને શસ્ત્રો પહોંચાડે છે તે વિષે આપને શું કહેવાનું છે ? તેના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું હતું કે મેં ચીનને ચેતવણી આપી જ દીધી છે કે જો તમે ત્રીજા પક્ષ દ્વારા પણ ઈરાનને શસ્ત્રો વેચશો તો પણ તમો તમને પોતાને બહુ મોટી મુશ્કેલીમાં મુકી દેશો.

આ સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને આડકતરી રીતે પણ સહાય કરશે તે દેશો ઉપર હું ૫૦ ટકા ટેરીફ લગાડી દઈશ.

દરમિયાન અમેરિકાની વીજાણુ પ્રસારણ સેવા, સી.એન.એન. અમેરિકાનાં જાસૂસી તંત્રના અહેવાલો ટાંકતાં જણાવે છે કે ચીન ઈરાનને હવાઈ હુમલા સામે સંરક્ષણ આપતી મીસાઇલ્સ સીસ્ટીમ સહિત બીજાં અનેકવિધ શસ્ત્રો ઈરાનને પહોંચાડે છે. આથી ઈરાનની યુદ્ધ ક્ષમતા ઘણી પ્રબળ બની છે.

ચીન ભલે તેમ કહે કે તે ઈરાનને તેની અદ્યતન એરડીફેન્સ સીસ્ટીમ આપવા સાથે બીજાં અનેક શસ્ત્રો આપે છે જે અમેરિકાની જાણ બહાર નથી જ. આ સાથે અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ફાટી નીકળવાની શક્યતા પત્રકારોને પ્રમુખ ટ્રમ્પને પૂછેલાં પ્રશ્નો ઉપરથી જાણી શકાય છે.