World

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં 5 પોઇન્ટમાં સમજો ભારતને ક્યાં કેવું નુકસાન થઈ શકે?

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાનના 90 ઠેકાણા પર નિશાન સાધતા બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. 20% ઓઇલ સપ્લાય માટે મહત્ત્વના હોર્મુઝ જળમાર્ગમાં અવરોધની આશંકા છે. આ યુદ્ધની ભારત પર ગંભીર અસર થશે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે, આયાત બિલ વધશે અને શેરબજારમાં કડાકો બોલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં 5 પોઇન્ટમાં સમજો ભારતને ક્યાં કેવું નુકસાન થઈ શકે?

US-Iran War Impact On India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની જાહેરાત બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. અમેરિકાએ ઈરાનના 90 ઠેકાણા પર નિશાન સાધતા બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આનાથી દુનિયાના 20% ઓઇલ સપ્લાય માટે મહત્વના ગણાતા હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ ઊભો થવાની આશંકા છે. હવે ફરી એવી સ્થિતિ ઊભી થઈ છે કે, તેની અસર ભારત પર પણ પડી શકે છે, તો 5 પોઇન્ટમાં સમજીએ કે, ભારતને ક્યાં કેવું નુકસાન થઈ શકે?

1… પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય ખોરવાશે
ભારત પોતાની જરૂરિયાતનું 40% ક્રૂડ ઓઇલ અને 60% LNG ગેસ હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગેથી આયાત કરે છે. જો યુદ્ધના કારણે આ રસ્તો બંધ થશે તો દેશમાં ઇંધણની ભારે અછત સર્જાઈ શકે છે, જેના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ જશે.

2… ભારતનું આયાત બિલ અને મોંઘવારી વધશે
ભારત પોતાની જરૂરિયાતનું 85% કાચું તેલ વિદેશથી મંગાવે છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતાં ભારતનું આયાત બિલ વધશે. પરિણામે ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડશે અને વિદેશથી આવતી તમામ વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય માણસ પર મોંઘવારીનો માર વધશે.

3… ઇંધણ સસ્તું થવાની આશા ખતમ
મિડલ ઈસ્ટમાં પહેલાં થયેલા તણાવને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે 7 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો હતો અને એલપીજી સિલિન્ડર પણ મોંઘા થયા હતા. સીઝફાયર બાદ એવી આશા હતી કે ભાવ ઘટશે, પરંતુ હવે યુદ્ધ ફરી શરૂ થતાં ઇંધણ સસ્તું થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

4… ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં ચીજવસ્તુઓ મોંઘી થશે
કાચા તેલની કિંમતો વધવાના કારણે દેશમાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ઉછાળો આવશે. શાકભાજીથી લઈને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓની હેરફેર મોંઘી થતાં સ્થાનિક બજારમાં દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી શકે છે.

5… શેરબજાર કડાકા સાથે બંધ અને રોકાણકારોને નુકસાન
વૈશ્વિક તણાવ કે યુદ્ધની સ્થિતિમાં રોકાણકારો શેરબજારમાંથી પોતાના નાણાં પાછા ખેંચીને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ જ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આ યુદ્ધ લાંબુ ચાલશે તો નાના-મોટા તમામ રોકાણકારોના નાણાં ડૂબવાનું જોખમ વધી જશે.