World

''મને સમજાતું નથી કે ટ્રમ્પને ટેકો આપનારા જ શા માટે પ્રમુખને ઈઝરાયેલની કઠપૂતળી કહે છે : લારા ટ્રમ્પ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના ત્રીજા સંતાન એરિક ટ્રમ્પના ધર્મપત્ની લારા ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણી પૂર્વે રિપબ્લિકન અગ્રણીઓની ટીકા કરી. તેમણે કહ્યું કે, ટકર કાર્લસન જેવા પ્રતિભાશાળી લોકો પણ ટ્રમ્પને ઈઝરાયલની કઠપૂતળી કહે છે, જે ભયાવહ વલણ છે. લારાએ X પર વીડિયો દ્વારા આવા નિવેદનોથી પક્ષ અને રાષ્ટ્રને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

''મને સમજાતું નથી કે ટ્રમ્પને ટેકો આપનારા જ શા માટે પ્રમુખને ઈઝરાયેલની કઠપૂતળી કહે છે : લારા ટ્રમ્પ

ટ્રમ્પના ત્રીજા સંતાન એરિકનાં ધર્મપત્ની લારા ટ્રમ્પે કહ્યું : આ વલણ ભયાવહ છે મધ્ય સત્ર ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌએ એક થઈ ઊભા રહેવું જોઈએ
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ત્રીજા સંતાન એરિક ટ્રમ્પનાં ધર્મપત્ની લારા ટ્રમ્પે કહ્યું હતું કે : મને તે સમજાતું નથી કે ટકર કાર્લસન જેવા પ્રતિભા સંપનો પણ શા માટે પ્રમુખ ટ્રમ્પને ઇઝરાયલની કઠપૂતળી કહે છે. વાસ્તવમાં ટૂંક સમયમાં જ (અમેરિકાનાં ઘણાં રાજ્યોની વિધાન સભાઓની) મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે, ત્યારે રીપબ્લિકન પાર્ટીના જ અગ્રણી સભ્યો દ્વારા પ્રજાની ટીકા કરવામાં આવે છે. આ વલણ ઘણું ભયાવહ છે.
લારા ટ્રમ્પે એક્સ પ્લેટફોર્મ ઉપર વિડીયો દ્વારા તેમ કહેતાં જોવા મળ્યાં હતાં કે, એક સમયે જેઓ પ્રમુખના મજબૂત સમર્થકો હતા તેવા ટકર કાર્લસન જેવાઓ પણ હવે વિચિત્ર વલણ દર્શાવી રહ્યાં છે અને કાર્લસન જેવા વરિષ્ઠ સેનેટર્સ પ્રમુખ ટ્રમ્પની ટીકા કરતાં કહે છે કે પ્રમુખ ટ્રમ્પ ઇઝરાયલમાં સેન ઇઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂની કઠપૂતળી બની રહ્યાં છે. અમેરિકા માટે સર્વશ્રેષ્ઠ માર્ગ તો તે જ છે કે તેણે આ આખી બાબત બતાવી દેવી જોઈએ.
લારા ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે એક તરફ આશરે બે એક મહિનાઓ પછી મધ્યસત્ર ચૂંટણી આવે છે ત્યારે રીપબ્લિકન સેનેટર ટકર કાર્લસન કહે છે કે હું તેમાં મત આપીશ નહીં તેઓ અને તેઓ જેવાનાં આવાં વલણથી રીપબ્લિકન પાર્ટીને ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને પણ નુકસાન થઈ રહ્યું છે.