હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું...: જે.ડી. વેન્સના પાકિસ્તાન પ્રેમ બાદ પત્ની ઉષા વેન્સનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Usha Vance's Big Statement: અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સ એક સાથે અનેક મોરચે ચર્ચામાં છે. તાજેતરમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી અમેરિકા-ઈરાન શાંતિ વાર્તા દરમિયાન પાકિસ્તાનને લઈને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદને રાજકીય વિવાદ ઊભો કરી દીધો છે, તો બીજી તરફ તેમના પત્ની ઉષા વેન્સનું ધર્મ અને ઓળખને લઈને આપવામાં આવેલું નિવેદન પણ ચર્ચામાં છે.
હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું
જેડી વેન્સના પત્ની ઉષા વેન્સનો એક ઈન્ટરવ્યૂ પણ ચર્ચામાં છે. ઈન્ટરવ્યુમાં ઉષા વેન્સે કહ્યું કે, મારો એક સ્થિર અને મજબૂત હિન્દુ પરિવારમાં ઉછેર થયો છે અને મને પોતાના ધર્મથી અલગ કોઈ નવી આસ્થા અપનાવવાની ક્યારેય જરૂર નથી અનુભવાઈ નથી.
ઉષાએ કહ્યું કે, 'હું એક હિન્દુ પરિવારમાં ઉછરીને મોટી થઈ છું. મેં ક્યારેય એવું અનુભવ્યું નથી કે મારે કંઈક અલગ શોધવાની (બીજો ધર્મ અપનાવવાની) જરૂર છે. હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું.' આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે જેડી વેન્સ જાહેરમાં અનેક વખત પોતાની ધાર્મિક આસ્થાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે અને ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેમનો પરિવાર પણ તે જ વિશ્વાસ અને આસ્થાને અપનાવે.
જેડી વેન્સ એ પણ સ્વીકારે છે કે, તેમની પત્ની ધર્મ પરિવર્તન નથી કરી રહ્યા, પરંતુ તેઓ પોતે કહી ચૂક્યા છે કે તેઓ પોતાના બાળકોને ચર્ચ લઈ જવા માટે તેમના પર દબાણ બનાવી ચૂક્યા છે.
મને પાકિસ્તાનથી પ્રેમ છે : જે.ડી. વેન્સ
સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટ દરમિયાન જેડી વેન્સે રમુજી અંદાજમાં કહ્યું હતું કે, 'મારા જીવનમાં બે બેહદ મહત્ત્વપૂર્ણ લોકો છે - એક ભારતીય અને બીજા પાકિસ્તાની. ભારતીય મારી પત્ની ઉષા વેન્સ છે અને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસિમ મુનીર.' ત્યારબાદ એક પાકિસ્તાની પત્રકારના સવાલ પર તેમણે એવું પણ કહ્યું હતું કે, 'મને પાકિસ્તાનથી પ્રેમ છે.'
જે.ડી. વેન્સના વિરોધમાં ઉતર્યા સમર્થક
વેન્સના આ નિવેદનને લઈને અમેરિકાના દક્ષિણપંથી MAGA સમર્થકો નારાજ થઈ ગયા છે. અનેક રિપબ્લિકન નેતાઓ અને કન્ઝર્વેટિવ કોમેન્ટેટર્સે પાકિસ્તાન પ્રત્યેના નરમ વલણ પર સવાલો ઉઠાવ્યા છે. રિપબ્લિકન સિનેટર રિક સ્કોટે પાકિસ્તાન અને કતારના આતંકવાદ સાથે જોડાયેલા ભૂતકાળના રૅકોર્ડનો ઉલ્લેખ કર્યો, જ્યારે સિનેટર ટિમ શીહીએ યાદ અપાવ્યું કે ઓસામા બિન લાદેન વર્ષો સુધી પાકિસ્તાનમાં છુપાયેલો રહ્યો હતો.
કન્ઝર્વેટિવ ટીવી હોસ્ટ મેઘન મેક્કેને પણ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'જેડી વેન્સ પાકિસ્તાનને પ્રેમ કરે છે, પરંતુ હું નથી કરતી.' રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ આસિમ મુનીર પ્રત્યે વેન્સની જાહેરમાં પ્રશંસા તેમના 2028ની સંભવિત રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પ્રચાર અભિયાનને પ્રભાવિત કરી શકે છે.
MAGA આંદોલનનો મોટો વર્ગ વિદેશ નીતિમાં કડક વલણનો સમર્થક માનવામાં આવે છે અને પાકિસ્તાનને લઈને નરમાશ તેને પસંદ નથી આવી રહી. આવી સ્થિતિમાં જેડી વેન્સના પાકિસ્તાન સંબંધી નિવેદન અને ઉષા વેન્સની હિન્દુ ઓળખને લઈને આવેલી પ્રતિક્રિયાએ અમેરિકન રાજનીતિમાં એક નવી ચર્ચા છેડી દીધી છે, જેની અસર આગામી ચૂંટણીના સમીકરણો પર પણ પડી શકે છે.









