World

ઇઝરાયેલની એક ગુફામાં 4,40,000 વર્ષ પૂર્વે માનવી વસતા હતા : ઓજારો જોઈ વિજ્ઞાનીઓ સ્તબ્ધ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલમાં પુરાતત્વવિદોએ 4,40,000 વર્ષ જૂની ગુફા શોધી છે. અહીં નિએન્ડરથલ માનવના પૂર્વજો, વૈજ્ઞાનિક નામ 'હોમો નિએન્ડર-થેલેંસિસિય', રહેતા હતા. તેઓ શિકારી જીવન જીવતા, પથ્થરના ઓજારો અને અગ્નિનો ઉપયોગ કરતા હતા. ઉત્તર ઇઝરાયલના ફરેઈડીસ શહેર નજીકથી મળેલી આ ગુફામાં પૂર્વ યુરોપ, મિડલ-ઈસ્ટ અને સેન્ટ્રલ એશિયામાં વસતા આદિમાનવોના પુરાવા મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયેલની એક ગુફામાં 4,40,000 વર્ષ પૂર્વે માનવી વસતા હતા : ઓજારો જોઈ વિજ્ઞાનીઓ સ્તબ્ધ
  • નિએન્ડરથલ માનવના આ પૂર્વજો શિકારી જીવન જીવતા હતા
    આ માનવનું વૈજ્ઞાનિક નામ 'હોમો નિએન્ડર-થેલેંસિસિય છે : તેઓ પૂર્વ યુરોપ, મિડલ-ઈસ્ટ તથા સેન્ટ્રલ એશિયામાં વસતા હતા

    નવીદિલ્હી : પુરાતત્ત્વ ક્ષેત્રે એક અદ્ભૂત સંશોધન થયું છે. ઇઝરાયલમાં ઉત્ખનન કરતાં પુરાતત્ત્વવિદોને એક પુરાપ્રાચીન ગુફા મળી આવી છે. પહેલાં તો આ ગુફા બે લાખ વર્ષ જૂની હોવાનું મનાતું હતું. પરંતુ નવાં સંશોધનોએ આ ગુફા ૪ લાખ ૪૦ હજાર વર્ષ જૂની હશે. તેમ નિશ્ચિત કર્યું છે. અહીં માનવીના પૂર્વજો રહેતા હતા. તેઓ પથ્થરોના ઓજારો વાપરતા હતા. અગ્નિનો પણ ઉપયોગ કરતા હતા. તે માનવીઓ કેવા હતા, અને તેઓનું વૈજ્ઞાનિક નામ જાણવું રસપ્રદ બની રહેશે. આ નિએન્ડરથલ માનવીનું વૈજ્ઞાનિક નામ, હોમો નિએન્ડર થેલેંસિસ છે તેઓ આશરે ૪૪૦ હજાર વર્ષ પૂર્વે સમગ્ર યુરોપ, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં વસતા હતા. તે યુગ એક ટીપયુગ હતો, તેથી આ માનવીઓ પ્રમાણમાં નીચા, પરંતુ સુગઠિત બાંધાના હશે. સંભવત: વાળ વધુ હશે.
    ઉત્તર ઇઝરાયલના ફરેઈડીસ શહેરના બહારના ભાગમાં આવેલી આ ગુફાથી થોડા જ દૂર બાંધકામ ચાલતું હતું. સી.એન.એન. જણાવે છે કે, ઇઝરાયલ-એન્ટિક્વિટી-ઓથોરિટીના પુરાતત્ત્વવિદ્ કાબી વર્ડીએ કહ્યું હતું કે, આ ગુફા ૧૯૭૦માં સૌથી પહેલાં મળી આવી હતી. ત્યારે તે ૨ લાખ વર્ષ જૂની હોવાનું મનાતું હતું પરંતુ હવે માહિતી મળી છે કે તે ગુફા ૪ લાખથી વધુ વર્ષો (૪,૪૦,૦૦૦ વર્ષ) જેટલી પુરા-પ્રાચીન હશે.
    આ ગુફામાં આ વખતે પ્રી-નીએન્ડરથલ હોમિસિસની એકચ્યુલો-ચાબુડીયન સંસ્કૃતિ સાથે સંલગ્ન પથ્થરો અને ઓજારો મળી આવ્યા છે. જેવાં કે હાથની કુહાડી, બ્લેડ, કાપવા માટેની છરી વગેરે આ લોકો ૪ લાખથી ૨.૫ લાખ વર્ષ પૂર્વે બેવેન્ટમાં કેનીયર ઈસ્ટમાં રહેતા હતા.
    લોકો એક સમાજમાં રહેતા હતા અને હરણ, સસલાં વગેરેનો શિકાર કરી પેટ ભરતા હતા. જે આ પ્રાણીઓનાં ગુફામાંથી મળેલાં હાડકાં ઉપરથી જાણી શકાય છે. તેઓ અગ્નિનો ઉપયોગ કરતા હશે તે ત્યાં મળી આવેલી રાખ ઉપરથી જાણી શકાય છે.
    આવી કેટલીક બીજી ગુફાઓ પણ મળી આવી છે. પરંતુ તેમાં માનવીનાં અસ્થિ-પિંજરો મળી આવ્યાં નથી. તેમજ કોઈ અનાજ મળી આવ્યું નથી તેથી આ લોકો ખેતી વિષે તો અજ્ઞાત જ હશે તે નિશ્ચિત છે. તેમ પુરાતત્ત્વવિદો માને છે.