World

શરણાર્થી દ્વારા હુમલાનો વીડિયો વાઈરલ થતા આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભારે રોષ, વાહન-મકાનોમાં આગચંપી

By GS Team
11 Jun 20262 mins read
TukuTouch Logo
આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં સ્ટેબિંગની એક ઘટના બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી, મુખ્યત્વે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને બેફામ હુમલા કરવામાં આવ્યા હતા, અનેક મકાનો અને વાહનોને આગ લગાવી દેવાઇ હતી. હુમલાખોર મૂળ સુદાનથી આવ્યો હતો અને તેને આયરલેન્ડમાં શરણ આપવામાં આવી હતી. યુરોપના આ નાનકડા દેશમાં હિંસાની ઘટનાઓને પગલે વિદેશી નાગરિકોમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શરણાર્થી દ્વારા હુમલાનો વીડિયો વાઈરલ થતા આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભારે રોષ, વાહન-મકાનોમાં આગચંપી

Ireland News : આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં સ્ટેબિંગની એક ઘટના બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી, મુખ્યત્વે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને બેફામ હુમલા કરવામાં આવ્યા હતા, અનેક મકાનો અને વાહનોને આગ લગાવી દેવાઇ હતી. હુમલાખોર મૂળ સુદાનથી આવ્યો હતો અને તેને આયરલેન્ડમાં શરણ આપવામાં આવી હતી. યુરોપના આ નાનકડા દેશમાં હિંસાની ઘટનાઓને પગલે વિદેશી નાગરિકોમાં ભયનો માહોલ છે.  

સૌથી પહેલા સ્ટેબિંગની એક ઘટના સામે આવી હતી જેને સુદાનના નાગરિક દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.

 આ ઘટનામાં એક નાગરિકે પોતાની આંખ ગુમાવી હતી. સ્ટેબિંગની ઘટનાનો આરોપી વિદેશી હોવાની જાણ થયા બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા, અને જ્યાં પણ વિદેશી નાગરિકો રહે છે ત્યાં હુમલા શરૂ કરી દેવામાં આવ્યા હતા. અનેક વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં ઠેરઠેર બસો, કાર, ઇમારતો સળગેલી સ્થિતિમાં જોઇ શકાય છે.

 ઉત્તરીય આયરલેન્ડમાં પોલીસ પર પણ બેફામ હુમલા કરવામાં આવ્યા હતા.  સોમવારે સ્ટેબિંગની ઘટના બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો, જેમાં સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે હુમલાખોર સ્ટેબિંગની નહીં પણ પીડિતનું ગળુ કાપવા માગે છે. આ વીડિયો ખૂબ શેર કરવામાં આવ્યો, જે બાદ જ ઠેરઠેર હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી. 

મુખ્યત્વે વિદેશી નાગરિકોને નિશાન બનાવીને માસ્કધારીઓએ બેફામ હુમલા કર્યા. હિંસા પહેલા માસ્ક પહેરીને અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ઇમિગ્રન્ટ્સ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જે બાદ પોલીસ અને જાહેર સ્થળો, વાહનો પર બેફામ હુમલા કર્યા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. દરમિયાન સ્ટેબિંગની ઘટનામાં જે વ્યક્તિએ પોતાની એક આંખ ગુમાવી તેના પરિવારના લોકોએ સ્થાનિકોને શાંતિની અપીલ કરી હતી એટલુ જ નહીં આયરલેન્ડના વિકાસમાં વિદેશીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.