ભારતની નાગરિકતા કેવી રીતે મળે? Grok પછી ઈલોન મસ્કના જવાબે સૌનુ ધ્યાન ખેંચ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elon Musk on Indian Citizenship: એક આઇરિશ વ્યક્તિ ભારત ફરવા આવ્યો. અહીં આવ્યા પછી તેને એક સવાલ થયો કે, જો ભારતમાં રહેવું હોય તો નાગરિકતા મેળવવામાં કેટલો સમય લાગશે? તો તેનો જવાબ જાણવા માટે ઇલોન મસ્કના એઆઇ ચેટબોટ ગ્રોકને સવાલ કર્યો. તેની સામે ઇલોન મસ્કનો નાનકડો જવાબ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
રિપોર્ટ પ્રમાણે, આ વ્યક્તિ બે બાળકો અને પત્ની સાથે કોલકાતા આવ્યો હતો. ભારતમાં રહેવા માટે તેણે ગ્રોકને કંઈ કેટલાય સવાલો પૂછ્યા. તેણે પૂછ્યું કે, જો ભારતમાં રહેવાનું શરૂ કરી દે તો તેને નાગરિકતા મેળવતા કેટલો સમય લાગશે. આ સાથે જ તેણે સરકારી મદદ અને ભારતમાં પ્રોપર્ટી ખરીદવા અંગે પણ કેટલાક સવાલો પૂછ્યા હતા.
ગ્રોકે શું જવાબ આપ્યો?
ગ્રોકે જણાવ્યું કે, ભારતની નાગરિકતા મેળવવા માટે સામાન્ય રીતે પ્રાકૃતિક રૂપે પ્રકિયા માટે ભારતમાં ઘણાં સમય સુધી રહેવું પડે તેવી શક્યતા છે. આવેદન પહેલાંના 14 વર્ષમાંથી ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું પડે અને આવેદન આપતા પહેલાં 12 મહિના ભારતમાં રહેવું પડે.
ગ્રોકે વધુમાં જણાવ્યું કે, ભારત બે નાગરિકતાને માન્યતા નથી આપતું. એટલે કે કોઈ વિદેશી વ્યક્તિ ભારતીય નાગરિકતા મેળવવા માગે છે તો, તેને હાલની તેની નાગરિકતા છોડવી પડે. જો કે, નાગરિકતા મળશે તે નક્કી નથી હોતું. તેના માટે સરકારની મંજૂરી હોવી જરૂરી છે.
ઇલોન મસ્કે શું કહ્યું?
આ વાતચીતને એક્સ પર પીટર સેન્ટ ઓન્જે શેર કરી છે. આ પોસ્ટ પર ઇલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી છે. મસ્કે માત્ર બે જ શબ્દો લખ્યા - India is Realistic. એટલે કે ભારત વાસ્તવિકતાને ધ્યાને રાખે છે. મસ્કના આ નાનકડા જવાબે સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક યુઝર્સે આ અંગે રમૂજી પ્રતિભાવ આપ્યા છે, તો કેટલાક યુઝર્સે ભારતની નાગરિકતાના નિયમોને લઈને પોતાની વાત વ્યક્ત કરી છે, તો કેટલાકે મસ્કના જવાબને મજાક ગણાવ્યો છે.
ભારતની નાગરિકતા સરળ નથી
આ સમગ્ર મામલે ઇલોન મસ્કના બે શબ્દોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, પરંતુ હકીકતમાં આયરિશ વ્યક્તિએ ભારતની નાગરિકતા અંગે સવાલ પૂછ્યો છે. ભારતમાં કોઈ વિદેશી નાગરિકને નાગરિકતા મેળવવી હોય તો ઘણા કાયદાકીય રસ્તા છે. માત્ર ઘણાં સમય સુધી ભારતમાં રહેવું તે નાગરિકતા માટેની ગેરંટી નથી. તેના માટે કેટલીક કાયદાકીય શરતો પણ ધ્યાને રાખવી પડે અને અંતિમ નિર્ણય તંત્ર કરે છે. તેના માટે ગ્રોકના જવાબને કાયદાકીય સલાહ ન ગણી શકાય, તેને માત્ર સામાન્ય જાણકારી તરીકે ગણવું જોઈએ.
હાલ તો સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચા એટલે થઈ રહી છે કે, કારણ કે સામાન્ય સવાલના જવાબમાં ગ્રોકે ભારતની નાગરિકતા માટેની પ્રકિયા અંગેની મોટી તસવીર બનાવીને મૂકી છે અને ત્યારબાદ ઇલોન મસ્કે તેમાં માત્ર બે જ શબ્દોની પ્રતિક્રિયા આપી છે.




