World

નેપાળમાં ફરી હાઈ ઍલર્ટ : નેપાળ ટુરીઝમ બોર્ડે જોખમી વિસ્તારોથી દૂર રહેવા ટુરિસ્ટોને કહી દીધું

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નેપાળ ટુરિઝમ બોર્ડે પ્રવાસીઓ અને સ્થાનિકોને નદી, ખીણવાળા અને ઊંચાઈવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવ્યું છે. કોશી, મધેશા, બાગમતિ, કર્નાલી, ગંડકી અને લુમ્બીની વિસ્તારોમાં ચક્રવાત સાથે ભારે વરસાદની શક્યતા છે. 26 ઑગસ્ટના પૂરથી હજારોના મૃત્યુ અને લાપત્તા થયા હતા, તેથી સાવચેતી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં ફરી હાઈ ઍલર્ટ : નેપાળ ટુરીઝમ બોર્ડે જોખમી વિસ્તારોથી દૂર રહેવા ટુરિસ્ટોને કહી દીધું
  • 25થી 27 સપ્ટેમ્બર દરમિયાન નેપાળમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી : જનતા તથા ટુરિસ્ટોને ખીણવાળા વિસ્તારોથી દૂર રહેવા જણાવ્યું

કાઠમંડુ : સપ્ટેમ્બર 25થી 27 દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહીને પગલે નેપાળ ટુરિઝમ બોર્ડે ટુરિસ્ટોને દેશના કેટલાયે વિસ્તારોથી દૂર રહેવા જણાવી દીધું છે. તેણે આપેલી એડવાઇઝરીમાં જનસામાન્યને પણ નદી, ખીણો, તથા ઉંચાઈવાળા વિસ્તારોથી દૂર રહેવા સલાહ (એડવાઇઝરી) આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં 26 ઑગસ્ટે અત્યંત ભારે વર્ષાને લીધે નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા હતા, તેમાં પર્વતો પરનો બરફ ઓગળતાં પૂરે વિકરાળ રૂપ લઈ લીધું હતું. જેથી હજ્જારો લોકો મૃત્યુ પામ્યા હતા કે ગૂમ થઈ ગયા હતા. નેપાળનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટે સત્તાવાર રીતે 1451ના મૃત્યુ થયા હોવાનું તથા 5786 લાપત્તા થયા હોવાનું સ્વીકાર્યું હતું. આ લાપત્તા થયેલાઓમાં 636 વિદેશી નાગરિકો પણ હતા.

આ પછી નેપાળનાં હાઈડ્રોલોજી એન્ડ મીટીઓરોલોજી ડીપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે શુક્રથી રવિવાર સુધી દેશમાં ભારેથી અતિભારે વર્ષાની સંભાવના છે. વિશેષતઃ કોશી, મધેશા, બાગમતિના વિસ્તારો તથા સુદૂર પશ્ચિમના વિસ્તારો જેવા કે કર્નાલી, ગંડકી અને લુમ્બીનીમાં અતિભારે વર્ષા થવાની ભીતિ છે. સાથે ચક્રવાત પણ થઈ શકે. આથી તે ડીપાર્ટમેન્ટે ટૂરિસ્ટો અને જનતાને ઉંચાઈવાળા વિસ્તારોમાં ચાલ્યા જવા જણાવ્યું છે અને ત્યાં પણ સ્નોફોલથી સાવચેત રહેવા કહ્યું છે. 26 ઑગસ્ટે ભાટે કોશી અને ત્રિશુલ નદી ખીણો વધુ ભયાવહ બની રહી તે નજરમાં રાખી ટુરિસ્ટો અને જનતાને સાવચેત રહેવા પણ કહ્યું છે તથા ફલાઇટ અને ટ્રેકીંગ રૂટની પરિસ્થિતિ જાણી લેવા કહ્યું છે.