World

ફ્રાન્સમાં પ્લેન તો સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ... કુલ 25 લોકોના મોત

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
રવિવારે વિશ્વમાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ફ્રાન્સના નેન્સી નજીક ટોમ્બલેનમાં સ્કાઈડાઈવર્સનું પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત 11 લોકોના મોત થયા. બીજી તરફ, સાઉદી અરેબિયાના રસ તનુરામાં સરકારી તેલ કંપની 'અરામકો'નું હેલિકોપ્ટર તૂટી પડતાં 14 સાઉદી નાગરિકોએ જીવ ગુમાવ્યા. કુલ 25 લોકોના મોતથી શોક વ્યાપ્યો છે અને બંને ઘટનાઓની તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રાન્સમાં પ્લેન તો સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ... કુલ 25 લોકોના મોત

France Plane Crash And Saudi Helicopter Crash : વિશ્વમાં રવિવારે બે અલગ-અલગ જગ્યાએ મોટા વિમાન અકસ્માત સર્જાયા છે. ફ્રાન્સમાં એક સિવિલિયન પ્લેન અને સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં કુલ 25 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બંને અકસ્માતોમાં સવાર તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

ફ્રાન્સમાં સ્કાઈડાઈવર્સનું પ્લેન ક્રેશ: 11 ના મોત
ફ્રાન્સના નેન્સી શહેર નજીક આવેલા ટોમ્બલેન વિસ્તારમાં રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ 11 વાગ્યે સ્કાઈડાઈવર્સને લઈ જતું એક સિવિલિયન પ્લેન તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં પાયલટ સહિત પ્લેનમાં સવાર તમામ 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 ટ્રેની સ્કાઈડાઈવર અને 5 ટ્રેનરનો સમાવેશ થાય છે.

બ્લાસ્ટના ડરથી આખો વિસ્તાર ખાલી કરાવાયો
અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, પ્લેનમાં વિસ્ફોટ થવાનો ખતરો હોવાના કારણે પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો હતો. ફ્રાન્સના ગૃહમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હાલ અકસ્માતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર દુર્ઘટના: 14 ના મોત
બીજી તરફ, સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની 'અરામકો' (Aramco) નું એક હેલિકોપ્ટર રવિવારે સવારે આશરે 6 વાગ્યે રસ તનુરા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના કરૂણ મોત થયા છે. સાઉદીના ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીવ ગુમાવનારા તમામ 14 લોકો સાઉદી અરેબિયાના જ નાગરિકો હતા. અધિકારીઓએ આ દુર્ઘટના પાછળના કારણો જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે.