World

હીટવેવથી ફ્રાન્સમાં વધુ 2,025 જ્યારે બેલ્જિયમમાં 1,222 લોકોનાં મોત

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
યુરોપમાં ગરમીનો પ્રકોપ વધવાની આશંકા છે. ફ્રાન્સમાં ઉનાળો શરૂ થયા પછી 7,000થી વધુ જંગલમાં આગની ઘટનાઓ બની છે, જેમાં 8,700 હેક્ટર જમીન ખાખ થઈ ગઈ છે. આને કારણે 3,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ફ્રાન્સમાં 2,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે બેલ્જિયમમાં 1,222 લોકો ગરમીનો ભોગ બન્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ તાપમાનની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હીટવેવથી ફ્રાન્સમાં વધુ 2,025 જ્યારે બેલ્જિયમમાં 1,222 લોકોનાં મોત

યુરોપમાં તાપમાન હજુ વધવાની આશંકા
ફ્રાન્સમાં ઉનાળો શરૂ થયા પછી જંગલમાં આગની 7,000 ઘટનામાં 8,700 હેક્ટર ખાખ, 3,000 લોકોને ખસેડાયા

પેરિસ : યુરોપમાં ઊનાળાની મોસમ શરૂ થવાની સાથે જ વિક્રમી હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે ફ્રાન્સમાં ૨,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા જ્યારે બેલ્જિયમમાં ગરમીના કારણે ૧,૨૨૨ લોકોનાં મોત થયા હતા. ફ્રાન્સમાં હીટવેવની સ્થિતિ એટલી આત્યંતિક છે કે ઉનાળો શરૂ થયા પછી જંગલોમાં આગ લાગવાની ૭,૦૦૦થી વધુ ઘટનામાં ૮,૭૦૦ હેક્ટર જમીન ખાખ થઈ ગઈ છે અને ૩,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. હવામાન વિભાગે યુરોપમાં આગામી દિવસોમાં તાપમાન વધુ આકરું થવાની ચેતવણી આપી છે.
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી સ્ટીફની રિસ્ટે જણાવ્યું કે, ગયા સપ્તાહે હીટવેવના કારણે મૃત્યુ પામનારા લોકની સંખ્યા અગાઉના સપ્તાહ કરતાં ૨૯ ટકા વધી હતી, જેમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોના મોત થવાનું પ્રમાણ વધુ હતું. ફ્રાન્સમાં જૂન મહિનામાં સૌથી ગરમ દિવસ ૨૪ જૂનનો હતો જ્યાર લગભગ આખા દેશમાં સૌથી વધુ ગરમી પડી હતી. આ દિવસે પેરિસમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને લગભગ અડધા દેશમાં રેડ એલર્ટ જાહેર કરાઈ હતી.
પેરિસમાં ફ્યુનરલ સર્વિસના ડિરેક્ટર્સે કહ્યું કે, તેમણે દફનવિધિ પહેલાં મૃતદેહોને રાખવા જગ્યાઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક શબઘરોએ મૃતદેહો માટે હવે તેમના ત્યાં જગ્યા નહીં હોવાનો દાવો કર્યો હતો.
હવામાન વિભાગે કહ્યું કે, અઝોરેથી પોર્ટુગલ અને સ્પેન સુધીના વિસ્તારમાં ઊંચું દબાણ સર્જાયું છે અને સપ્તાહના અંત સુધીમાં ફ્રાન્સ અને દક્ષિણ બ્રિટનમાં ગરમી વધવાની આશંકા છે. હાલમાં પણ તાપમાનના પારાએ યુરોપના અનેક શહેરોમાં રેકોર્ડ તોડયા છે.
પબ્લિક હેલ્થ ફ્રાન્સે કહ્યું કે, ગયા સપ્તાહે દેશમાં કુલ ૮,૯૭૩ લોકો માર્યા ગયા હતા. આ આંકડો હજુ આંશિક છે. વૃદ્ધો માટેના કેર હોમ્સમાં મોત ૩૭ ટકા અને હોસ્પિટલોમાં ૨૦ ટકા વધ્યા હોવાના અહેવાલો છે. પેરિસ-સ્કેલી હોસ્પિટલમાં ગરમીના કારણે બીમારીની સારવાર લેવા આવનારા દર્દીઓની સંખ્યા વધી છે. હાર્ટ એટેક્સ, ડીહાઈડ્રેશન, કિડનીની બીમારી અને ગરમી સંબંધિત અન્ય બીમારીઓના દર્દી વધ્યા છે. ફ્રાન્સમાં ૧૮ જૂનથી અત્યાર સુધીમાં ડૂબી જવાના કારણે ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે.
દરમિયાન બેલ્જિયમમાં પણ હીટવેવના કારણે ૧,૨૨૨થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં મોટાભાગના ૮૫ વર્ષથી વધુ વયના વૃદ્ધોનો સમાવેશ થાય છે. નેધરેન્ડ્સમાં પણ ગયા સપ્તાહે કાળઝાળ ગરમીની અસર હેઠળ ૪૮૦થી વધુનાં મોત થયા હતા, જેમાં મોટાભાગના ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો હતા તેમ ઓથોરિટીએ જણાવ્યું હતું. ફ્રાન્સથી લઈને પોર્ટુગલ અને સ્પેન સુધીના વિસ્તારોમાં આગામી સમયમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સે.થી ઉપર અને રાત્રીનું તાપમાન ૨૫ ડિગ્રી સે.થી વધુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.