World

યુક્રેન સાથેના યુદ્ધમાં સાડા ચાર વર્ષમાં રશિયાનાં પાંચ લાખ સૈનિકોનાં મોત

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના સંરક્ષણ અધિકારી સર રિચર્ડ નાઇટનનો દાવો છે કે યુક્રેનમાં રશિયાના 5 લાખથી વધુ સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 10 લાખથી વધુ ઘાયલ થયા છે. રશિયાએ કીવમાં ગેસ સ્ટેશનો અને શોપિંગ મોલ પર હુમલો કરતા 7 લોકોના મોત થયા અને 73 લોકો ઘાયલ થયા. રશિયાએ 777 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન સાથેના યુદ્ધમાં સાડા ચાર વર્ષમાં રશિયાનાં પાંચ લાખ સૈનિકોનાં મોત
  • બ્રિટનનાં ડિફેન્સ સ્ટાફનાં પ્રમુખ સર રિચર્ડ નાઇટનનો દાવો
  • રશિયાનો યુક્રેનમાં ગેસ સ્ટેશનો અને શોપિંગ મોલ પર હુમલો : સાત લોકોનાં મોત, 73 લોકો ઘાયલ
  • યુક્રેનનાં 777 ડ્રોન તોડી પાડવાનો રશિયાનો દાવો : યુક્રેનનાં હુમલામાં બેનાં મોત, ત્રણ ઘાયલ

કીવ : ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાનું પૂર્ણ રીતે આક્રમણ શરૂ થયા પછી યુક્રેનમાં રશિયાનાં પાંચ લાખથી વધુ સૈનિકોનાં મોત થયા છે બ્રિટનનાં એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બ્રિટનનાં ડિફેન્સ સ્ટાફનાં પ્રમુખ એર ચીફ માર્શલ સર રિચર્ડ નાઇટનને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રશિયાનાં પાંચ લાખ સૈનિકોનાં મોત થયા છે અને ૧૦ લાખથી વધુ સૈનિકો ઘાયલ થયા છે.
બ્રિટનનાં આંકડા યુક્રેનની સેના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડા સાથે સુસંગત છે. જો કે આ આંકડાઓ અંગે રશિયન અધિકારાઓ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી.
મોસ્કોની સેના યુક્રેનમાં આગળ વધવા માટે સંઘર્ષ કરી રહી છે. પશ્ચિમી અધિકારીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે ચાલુ વર્ષે રશિયાની આગળ વધવાની ગતિ ખૂબ જ ધીમી પડી ગઇ છે.
નાઇટને પત્રકારોને જણાવ્યું હતું કે રશિયાનાં સશસ્ત્ર દળોએ મોટા પ્રમાણમાં સૈન્ય સાધન સામગ્રી ગુમાવી દીધી છે. જેમાં ૧૦,૦૦૦ બુલેટ પ્રુફ વાહન, ૩૦૦૦ એર ડિફેન્સ અને આર્ટિલરી સિસ્ટમ, ૩૭૦ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે.
આ રશિયન ડ્રોને આજે સતત બીજા દિવસે કીવમાં ગેસ સ્ટેશનોને નિશાન બનાવ્યા હતાં. યુક્રેને જણાવ્યું છે કે તેના દેશનાં નાગરિકોને ડરાવવા માટે રશિયા ગેસ સ્ટેશનોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને ૬ ઘાયલ થયા છે.
મધ્ય યુક્રેનનાં એક શોપિંગ મોલમાં રશિયાએ કરેલા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા છે. આ હુમલામાં ૬૭ લોકો ઘાયલ થયા છે.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે યુક્રેનનાં ૭૭૭ ડ્રોન તોડી પાડયા છે. આ ડ્રોન હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.