મહાયુદ્ધ ! સતત 5 વિસ્ફોટથી બે શહેર ધ્રૂજ્યાં, ઈરાનનો પલટવાર: હોર્મુઝમાં ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલવા દઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Threatens US Strait Of Hormuz Will Not Open : મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)માં જહાજો પર થઈ રહેલા હુમલા વિશ્વભરમાં મોટા તેલ સંકટ તરફ ઈશારો કરી રહ્યા છે. આ દરમિયાન ઈરાનના બુશેહર અને બંદર અબ્બાસ શહેર નજીક જોરદાર વિસ્ફોટ થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝમાં ઈરાન વિરુદ્ધ નાકાબંધી પુનઃસ્થાપિત કરવા અને જહાજો પાસેથી ટેક્સ વસૂલવાની જાહેરાત બાદ ઈરાન પણ આક્રમક મૂડમાં આવી ગયું છે. ઈરાનની સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકાની ધમકી કે સૈન્ય કાર્યવાહીથી હોર્મુઝ ક્યારેય નહીં ખુલે.
ઈરાની ન્યૂઝ એજન્સી IRNAના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં આવેલા બુશેહરમાં (જ્યાં પરમાણુ મથકો આવેલા છે) 4 સ્થળો પર અમેરિકી મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણના શહેર બંદર અબ્બાસ નજીક ઓછામાં ઓછા 5 વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
અમે સેના પાછી નહીં ખેંચીએ: ઈરાન
મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયાએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યારેય પણ યુદ્ધ, અમેરિકાની દાદાગીરી અને સૈન્ય કાર્યવાહીથી ખુલશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમારી સેના હોર્મુઝમાંથી પાછી હટશે નહીં. હોર્મુઝ ખોલવાનો એકમાત્ર રસ્તો એ છે કે, ઈરાની લોકોના અધિકારોનું સન્માન કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, અમે શહીદો અને ખાસ કરીને ઇસ્લામિક ક્રાંતિના શહીદ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના લોહીનો બદલો લઈને જ રહીશું.
ટ્રમ્પની જાહેરાત બાદ તણાવ વધ્યો
અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર કરવામાં આવેલા હુમલા બાદ સોમવારે (13 જુલાઈ 2026) ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમેરિકા હોર્મુઝમાં ઈરાન વિરુદ્ધ નાકાબંધી પુનઃસ્થાપિત કરી રહ્યું છે, અને સુરક્ષિત અવરજવર માટે જહાજો પાસેથી શુલ્ક (ટેક્સ) વસૂલશે.'
ભારતીય નાગરિકનું મોત, ભારતે નોંધાવ્યો વિરોધ
ઓમાન નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે ઓઈલ ટેન્કરો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંગળવારે ચાલક દળના 1 ભારતીય સભ્યનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 ભારતીયો સહિત અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. ભારતે આ હુમલાની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે ઈરાની દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવીને આ હુમલા સામે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે, તે આ જળમાર્ગ પરથી પસાર થઈ રહેલા ‘MT Al Bahiah’ અને 'MT Mombasa' નામના બે જહાજો પર થયેલા હુમલાને લઈને અત્યંત ચિંતિત છે.









