World

કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
કેનેડામાં ગૂગલ મેપના કારણે 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખુલ્યું છે. જોયેલ લાપોઈન્ટે નામના એક કેનેડિયને વીકએન્ડમાં ફરવા માટે ગૂગલ મેપમાં એક વિચિત્ર ખાડો જોયો. તેણે જાતે તપાસ કરી અને વૈજ્ઞાનિકોને જાણ કરતા પ્રોફેસર જોર્ડન ઓસિન્સ્કી અને ફ્રાન્સના વૈજ્ઞાનિક જેરોમ ગટ્ટાકેકાએ વધુ સંશોધન કર્યું. તેમને જાણવા મળ્યું કે આ ખાડો 39 કરોડ વર્ષ પહેલાં એસ્ટ્રોઈડની ટક્કરથી બન્યો હતો. હવે આ ઘટના ગ્લોબલ કોન્ફરન્સમાં રજૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું

ઓટ્ટાવા: ગૂગલ મેપના કારણે કેનેડામાં ૩૯ કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીક એન્ડમાં ફરવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં જે ખાડો દેખાયો તે કંઈક અલગ હતો. તેને આ બાબતે જિજ્ઞાાસા થઈ. જાત તપાસ કર્યા પછી એ વ્યક્તિએ સાયન્ટિસ્ટને જાણ કરી ને એમાંથી એક અવકાશી ઘટના પરથી પડદો ઉઠયો હતો. હવે આ આખી ઘટના ગ્લોબલ કોન્ફરન્સમાં રજૂ થવા જઈ રહી છે.
જોયેલ લાપોઈન્ટે નામના એક કેનેડિયને વીક એન્ડમાં ક્યાંક અજાણી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવ્યો. તેણે ગૂગલમાં આસપાસના સ્થળો સર્ચ કર્યા. ગૂગલ મેપમાં એ જુદી જુદી જગ્યાઓ એક્સપ્લોર કરતો હતો ત્યારે એક સ્થળે જઈને તેની નજર અટકી ગઈ. કંઈક જુદો જ ખાડો તેને મેપમાં દેખાયો હતો. એની લંબાઈ અજીબ હતી અને દેખાવ પણ જુદો હતો. એ ખાડો જોવા ગયો. તેણે જરૂરી તપાસ કરી તો ખાસ જાણકારી મળી નહીં. ખાડો સ્થાનિક લોકોએ બનાવ્યો હોય એવી પણ કોઈ જાણકારી મળી નહીં.
જોયેલે આ ઘટનાની જાણકારી વિજ્ઞાાનિકોને આપી. પ્રોફેસર જોર્ડન ઓસિન્સ્કી અને ફ્રાન્સના સાયન્ટિસ્ટ જેરોમ ગટ્ટાકેકાએ બીજા એક્સપર્ટ સાથે મળીને આ ઘટનાએ જવાનું નક્કી કર્યું. આસપાસમાં દુર્ગમ જંગલ હતું એટલે ઘણી મુશ્કેલી પડી. આખરે એ સ્થળના સેમ્પલ લીધા. તેનું સઘન નિરીક્ષણ કર્યું તો ખાડો મેન મેડ લાગતો ન હતો. સાયન્ટિફિક પદ્ધતિથી તપાસ કરતાં જણાયું કે આ ખાડો ૩૯ કરોડ વર્ષ પહેલાં એસ્ટ્રોઈડની ટક્કરથી બન્યો હતો.
સ્થાનિક વિસ્તારોમાં જે આદિજાતિ રહેતી હતી તેના પરથી આ ખાડાનું નામ ઉહાચાટિક રાખવામાં આવ્યું છે. હવે સંશોધકો આ ક્રેટરની જાણકારી ગ્લોબલ કાઉન્સિલમાં આપવાના છે. જેને ઉલ્કાપિંડ પણ કહેવાય છે તેની ટક્કરથી પૃથ્વી પર ઘણા સ્થળોએ આવા ખાડા પડયા છે, પરંતુ આ ખાડાની ભાળ જે રીતે મળી તે રસપ્રદ છે. ગૂગલ મેપમાં જોતાં કોઈ વ્યક્તિની જિજ્ઞાાસાના કારણે કરોડો વર્ષ જૂની અવકાશી ઘટનાનો પત્તો મળ્યો હોય એવી આ પહેલી ઘટના છે.