World

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026: આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મોત નોંધાયા

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાની પોલ ખુલી ગઈ છે. ઈન્ડેક્સમાં પાકિસ્તાન પ્રથમ વખત આ યાદીમાં ટોચના સ્થાને પહોંચીને વિશ્વનું સૌથી મોટું આતંકિસ્તાન સાબિત થયું છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં 6 ટકાનો વધારો નોંધાયો છે જે ત્યાંની સુરક્ષા સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો પુરાવો આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026: આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મોત નોંધાયા

Global Terrorism Index : ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાની પોલ ખુલી ગઈ છે. ઈન્ડેક્સમાં પાકિસ્તાન પ્રથમ વખત આ યાદીમાં ટોચના સ્થાને પહોંચીને વિશ્વનું સૌથી મોટું આતંકિસ્તાન સાબિત થયું છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં 6 ટકાનો વધારો નોંધાયો છે જે ત્યાંની સુરક્ષા સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો પુરાવો આપે છે.

પાકિસ્તાનમાં 2025માં કુલ 1045 આતંકી ઘટના બની

દેશમાં 2025માં કુલ 1,045 આતંકી ઘટનાઓ બની હતી જેમાં 1,139 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ આંકડો વર્ષ 2013 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી તરફથી મળી રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો અને સરહદી વિસ્તારોમાં વધતી હિંસાએ પાકિસ્તાન માટે ગંભીર સુરક્ષા સંકટ ઊભું કર્યું છે.

આ પણ વાંચો : 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો

TTP વિશ્વનું ત્રીજું સૌથી ખતરનાક આતંકી સંગઠન

TTP હાલમાં પાકિસ્તાનનું સૌથી ઘાતક અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી ખતરનાક આતંકી સંગઠન બની ગયું છે જે પાકિસ્તાનમાં થતા કુલ આતંકી હુમલાઓમાં 67 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વર્ષ 2025માં આ સંગઠનના હુમલાઓમાં 24 ટકાનો વધારો થયો હતો જે મુખ્યત્વે અફઘાન સરહદને અડેલા ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં કેન્દ્રિત રહ્યા હતા. કાબુલમાં અફઘાન તાલિબાનની વાપસી બાદ આ સંગઠનને પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં વધુ મદદ મળી છે જેના કારણે હિંસક ઉગ્રવાદમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

2025માં 655 લોકોને બંધક બનાવાયા

આ આંકડાઓ માત્ર મૃત્યુ સુધી મર્યાદિત નથી પરંતુ બંધક બનાવવાની ઘટનાઓમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2024માં 101 લોકોની સરખામણીએ 2025માં 655 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમાં જાફર એક્સપ્રેસ પર થયેલા ભીષણ હુમલાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરિક સુરક્ષા ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સૌથી વધુ ખરાબ છે જ્યાં દેશના કુલ હુમલાના 74 ટકા અને કુલ મૃત્યુના 67 ટકા કિસ્સાઓ નોંધાયા છે. હવે પાકિસ્તાન વિશ્વના એવા પાંચ દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં દુનિયાના લગભગ 70 ટકા આતંકી મૃત્યુ નોંધાય છે.

આ પણ વાંચો : હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે