ભારતનું નામ લઈ અમેરિકાને ઈરાને માર્યો ટોણો, યુરોપની પણ ઠેકડી ઉડાડી, કહ્યું - 'હવે કગરે છે...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Iran War : ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ બેકાબુ બન્યા છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો છે. જ્યાંથી દુનિયાનું 20 ટકા કાચું તેલ પસાર થાય છે. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.
અમેરિકાનો મોટો નિર્ણય
વધતી જતી કિંમતોને કાબૂમાં લેવા અને ગ્લોબલ સપ્લાય જાળવી રાખવા માટે અમેરિકાએ રશિયાના તેલ પર લાગેલા પ્રતિબંધોને 30 દિવસ માટે હટાવી દીધા છે. આ અંતર્ગત, 12 માર્ચ સુધીમાં જે રશિયન તેલ જહાજો પર લોડ થઈ ચૂક્યું છે, તે વિશ્વભરમાં વેચી શકાશે.
ઈરાનનો અમેરિકા પર વ્યંગ
અમેરિકાના આ નિર્ણય પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું કે, "અમેરિકાએ મહિનાઓ સુધી ભારત પર દબાણ કર્યું કે તે રશિયા પાસેથી તેલની આયાત બંધ કરી દે. ઈરાન સાથે બે અઠવાડિયા ચાલેલા યુદ્ધ પછી હવે વ્હાઇટ હાઉસ ભારત સહિત આખી દુનિયા પાસે ભલામણ કરી રહ્યું છે કે તેઓ રશિયા પાસેથી કાચું તેલ ખરીદે."
અરાઘચીએ યુરોપ પર પણ નિશાન સાધતા કહ્યું કે, "યુરોપને લાગ્યું હતું કે, ઈરાન વિરુદ્ધ આ બિનકાયદેસર યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાથી તેને રશિયા સામે અમેરિકાનું સમર્થન મળી જશે. કેટલું દયનીય છે."
યુરોપમાં ભાગલા જર્મનીએ કર્યો વિરોધ
ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર હવે યુરોપમાં પણ મંતવ્યો વહેંચાઈ ગયા છે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જે આ નિર્ણય સાથે અસંમતિ દર્શાવતા કહ્યું કે, યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર વધુ દબાણ લાવવું જોઈએ.રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવવા જોઈએ નહીં, કારણ કે તેનાથી રશિયાને આર્થિક ફાયદો થશે.








