World

ભારત, પાકિસ્તાનથી લઈને ચીન સુધી... પરમાણુ હથિયારો પર કયો દેશ કેટલો ખર્ચ કરી રહ્યો છે?

By GS Team
9 Jun 20262 mins read
TukuTouch Logo
એક તરફ વિશ્વના 99 દેશોએ પરમાણુ હથિયારોના પ્રસારને રોકવા માટે 'ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ' (TPNW) પર હસ્તાક્ષર કર્યા છે. તો બીજી તરફ, દુનિયાના માત્ર 9 શક્તિશાળી દેશોએ પોતાના પરમાણુ હથિયારો પાછળ જંગી 119 અબજ ડોલર (Billion Dollars)નો ધુમાડો કર્યો છે. આ ચોંકાવનારો ખુલાસો 'ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ' (ICAN)ના તાજેતરના અહેવાલમાં થયો છે. અહેવાલ મુજબ, ભારત, ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશો પરમાણુ હથિયારોના આધુનિકીકરણ અને જાળવણી પાછળ દર વર્ષે કરોડો ડોલર ખર્ચી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન આ દેશોએ નવા પરમાણુ હથિયારો પણ વિકસાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં ચીનના પરમાણુ શસ્ત્રાગારમાં 20 અને ભારતના શસ્ત્રાગારમાં 10 નવા પરમાણુ હથિયારોનો ઉમેરો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત, પાકિસ્તાનથી લઈને ચીન સુધી... પરમાણુ હથિયારો પર કયો દેશ કેટલો ખર્ચ કરી રહ્યો છે?

Global Nuclear Weapons Spending 2026 : એક તરફ વિશ્વના 99 દેશોએ પરમાણુ હથિયારોના પ્રસારને રોકવા માટે 'ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ' (TPNW) પર હસ્તાક્ષર કર્યા છે. તો બીજી તરફ, દુનિયાના માત્ર 9 શક્તિશાળી દેશોએ પોતાના પરમાણુ હથિયારો પાછળ જંગી 119 અબજ ડોલર (Billion Dollars)નો ધુમાડો કર્યો છે. આ ચોંકાવનારો ખુલાસો 'ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ' (ICAN)ના તાજેતરના અહેવાલમાં થયો છે. અહેવાલ મુજબ, ભારત, ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશો પરમાણુ હથિયારોના આધુનિકીકરણ અને જાળવણી પાછળ દર વર્ષે કરોડો ડોલર ખર્ચી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન આ દેશોએ નવા પરમાણુ હથિયારો પણ વિકસાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં ચીનના પરમાણુ શસ્ત્રાગારમાં 20 અને ભારતના શસ્ત્રાગારમાં 10 નવા પરમાણુ હથિયારોનો ઉમેરો થયો છે.

પરમાણુ હથિયારો પર કયા દેશનો કેટલો ખર્ચ? 

વૈશ્વિક સંસ્થા ICANના રિપોર્ટ અનુસાર, વિવિધ દેશો દ્વારા પરમાણુ હથિયારોના બજેટમાં કરવામાં આવેલો વાર્ષિક ખર્ચ નીચે મુજબ છે:

અમેરિકા (USA): 69.2 અબજ ડોલર

ચીન (China): 13.5 અબજ ડોલર

બ્રિટન (UK): 12.6 અબજ ડોલર

રશિયા (Russia): 9.0 અબજ ડોલર

ભારત (India): 2.8 અબજ ડોલર

પાકિસ્તાન (Pakistan): 1.5 અબજ ડોલર

ઉત્તર કોરિયા (North Korea): 656 મિલિયન ડોલર (આશરે 0.65 અબજ ડોલર)

અમેરિકા અને બ્રિટને ખર્ચમાં કર્યો મોટો વધારો

રિપોર્ટ દર્શાવે છે કે, છેલ્લા 1 વર્ષમાં અમેરિકાએ પોતાના પરમાણુ બજેટમાં સૌથી વધુ 22% નો જંગી વધારો કર્યો છે. બ્રિટને પોતાના સંરક્ષણ ખર્ચમાં 17% નો વધારો કરીને વર્ષ 2025 માં કુલ 12.6 અબજ ડોલર ખર્ચ્યા છે. આ યાદીમાં ચીને 7% અને રશિયાએ 6% નો સામાન્ય વધારો કર્યો છે. દક્ષિણ એશિયાના સંદર્ભમાં વાત કરીએ તો, પરમાણુ બજેટમાં ભારતે 12% અને પાકિસ્તાને 18% નો વધારો નોંધાવ્યો છે. જ્યારે ફ્રાન્સે 8% અને ઇઝરાયેલે 2% નો વધારો કર્યો છે.

કયા દેશ પાસે કેટલા પરમાણુ હથિયારો છે?

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI) ના જાન્યુઆરી 2026 ના તાજેતરના આંકડા અનુસાર, હાલમાં સમગ્ર વિશ્વમાં કુલ 12,187 પરમાણુ હથિયારો અસ્તિત્વમાં છે. આમાંથી આશરે 9,745 હથિયારો સૈન્ય ભંડારમાં (એક્ટિવ સ્ટોક) ઓપરેશનલ ઉપયોગ માટે તૈયાર છે, જ્યારે 4,012 હથિયારોને મિસાઇલો અને ફાઇટર પ્લેન સાથે તૈનાત (Deploy) કરી દેવામાં આવ્યા છે.

વિશ્વના અગ્રણી દેશો પાસે રહેલા પરમાણુ હથિયારોની અંદાજિત સંખ્યા નીચે મુજબ છે:

ક્રમ દેશનું નામ પરમાણુ હથિયારોની સંખ્યા (Approx)

1   રશિયા          5500

2   અમેરિકા          5300

3   ચીન          620

4   ભારત         190

5 પાકિસ્તાન 170

એક તરફ દુનિયાના 99 બિન-પરમાણુ દેશો વૈશ્વિક શાંતિ માટે TPNW સંધિ પર હસ્તાક્ષર કરીને પરમાણુ મુક્ત વિશ્વની વકીલાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધીશ દેશો વચ્ચે વધી રહેલી આ ગળાકાપ હરીફાઈ વૈશ્વિક સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરે છે.