અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું વધુ મુશ્કેલ : 18 સપ્ટેમ્બરથી નવા નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બાઇડન-યુગના નિયમો રદ કરી ટ્રમ્પ વહીવટીતંત્રે અધિકારીઓને વિશેષાધિકાર આપ્યા
- મેડિકેઇડ, ફૂડ સ્ટેમ્પ, રોકડ કે બીજી કોઈપણ સહાય મેળવી હોય તો પબ્લિક ચાર્જ હેઠળ તેની ગ્રીન કાર્ડ અરજી નકારાશે
- પરિવાર આધારિત અરજી કરતા હજારો ભારતીય નાગરિકોની મુશ્કેલી વધશે
વોશિંગ્ટન : ટ્રમ્પ તંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પછી હવે કાયદેસર રીતે રહેનારા ઇમિગ્રન્ટ્સ અને તેમા પણ ગ્રીન કાર્ડધારકોની સ્થિતિ વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યુ છે. આ મુશ્કેલીમાં વધારો કરતો વધુ એક નિયમ ૧૮મી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નિયમમાં ટ્રમ્પ તંત્રએ પબ્લિક ચાર્જની વ્યાખ્યા વિસ્તારી છે. તેના પગલે મેડિકેઇડ, ફૂડ સ્ટેમ્પ, રોકડ સહાય કે બીજી કોઈપણ પ્રકારની સરકારી સહાયતા કે ફાયદા મેળવનારાઓની ગ્રીન કાર્ડની અરજી પબ્લિક ચાર્જ હેઠળ નકારવામાં આવી શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઈએસ)નો નવો નિયમ ૧૮મી સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને તે સીધો ભારતીય ગ્રીન કાર્ડધારકોને ફટકો મારશે. અગાઉના નિયમમાં ફક્ત બે પ્રકારના જ જાહેર ફાયદાના માપદંડના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારવામાં આવતી હતી. તેમા આવક જાળવવા રોકડ સહાય અને સરકારી ખર્ચે લાંબા સમયગાળા સુધી સંસ્થાકીયકરણના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારી કાઢી હતી.
જ્યારે હવે નવા નિયમમાં યુએસસીઆઈએ ઓફિસર પાંચ માપદંડના આધારે ગ્રીન કાર્ડની અરજી નકારી શકે છે. આ સિવાય પણ જો તેને બીજા કોઈ પરિબળો આ માટે પ્રસ્તુત લાગતા હોય તો તેના હેઠળ પણ ગ્રીન કાર્ડ આપવાનો ઇન્કાર કરી શકે છે. આ માપદંડોમાં આવક જાળવવા રોકડ સહાય, હાઉસિંગ આસિસ્ટન્સ, ફૂડ સ્ટેમ્પ્સ, કોલેજ માટે નાણાકીય સહાય કે બીજા કોઈ ફાયદાનો સમાવેશ થાય છે.
આ ગાઇડન્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝે ૨૦૨૨માં બાઇડેનના સમયમાં પબ્લિક ચાર્જ રેગ્યુલેશનનો નિર્ણય બદલ્યો હતો તેના પછીના પગલાંના સ્વ:પમાં લેવાયો છે. તેના અંગેનો અંતિમ નિયમ ૧૬ જુલાઈએ જાહેર થયો હતો અને ૨૦ જુલાઈના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયો હતો. તે કાયમી નાગરિકત્વ મેળવવા માંગનારાઓના ફોર્મ્સ આઇ-૪૮૫ પર અથવા તો ૧૮ સપ્ટેમ્બર કે તેના પછી સુપ્રદ કરવામાં આવેલા સ્ટેટસના એડજસ્ટમેન્ટને પણ લાગુ પડશે.
આ નવો નિયમ યુએસસીઆઈએસ ઓફિસરોને ઉંમર, આરોગ્ય, કૌટુંબિક દરજ્જો, ફાઈનાન્સિસ, શૈક્ષણિક બેકગ્રાઉન્ડ અને અરજદાર પર આધારિતો દ્વારા લેવાતા જાહેર ફાયદાના ઉપયોગને પણ નામંજૂરીમાં ગણવાની છૂટ આપે છે. પછી ભલેને અરજદારનો દરજ્જો ગમે તે હોય, તેના લીધે અરજદારની ગ્રીન કાર્ડ કે નાગરિકત્વ મેળવવાની સંભાવના ઘટી જાય છે.
જો યુએસસીઆઇએસ ઓફિસરાનું તારણ હોય કે અમેરિકામાં કાયદેસરના કાયમી રહેવાસીએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી છે પણ તે ગમ ત્યારે પબ્લિક ચાર્જ હેઠળની સગવડોનો ફાયદો મેળવી શકે છે તો આ સંજોગોમાં યુએસસીઆઈએસ ઓફિસર અરજદાર પાસેથી પબ્લિક ચાર્જ બોન્ડ ભરાવી શકે છે.
સ્વૈચ્છિક સંગઠન કૈસર ફેમિલી ફાઉન્ડેશન મુજબ ૧.૩૫ કરોડ લોકો મેડિકેઇડ પર કે ચિપ એનરોલીસ પર જીવે છે. . તેમા નોન સિટિઝન અમેરિકનોના ૫૬ લાખ બાળકોનો પણ સમાવેશ થાય છે, જમના પર રીતસરની કાતર ફરી શકે છે. આમ પબ્લિક ચાર્જ નિયમ હેઠળ ૧૪ લાખ મેડિકેઇડ અને ૪૧ લાખ ચિપ એનરોલીસે આ કાર્યક્રમ છોડવાની ફરજ પડી શકે છે. ઇમિગ્રેશન એટર્ની સાયરસ મહેા અને દામિરા ઝાનાતોવાનું વિશ્લેષણ દર્શાવે છે કે પબ્લિક ચાર્જ રુલ ઓફિસરોને યુએસસીઆઈએસ મેમોા સંદર્ભમાં અરજદસ્ની સ્ટેટસ ઓફ એડજસ્ટમેટની અરજી તેની મુનસફી મુજબ નકારી શકે છે. આ દર્શાવે છે કે આ મુદ્દે યુએસસીઆઈએસ ઓફિસરોને અસાધારણ સત્તા આપવામાં આવી છે. જો કે અરજદારાની મોટી સંખ્યાને નવા પબ્લિક ચાર્જના નિયમમાંથી રાહત અપાઈ છે. ૨૦૨૩માં લગભગ ૧૨ લાખ લોકોને ગ્રીન કાર્ડ મળ્યું હતું, તેમાથી ૭૮ હજાર ભારતના હતા. આ વર્ષે ૬૦ ટકા ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું છે.
ભારતીયો પર મોટી અસર
વર્ષ ૨૦૨૩માં અમેરિકાએ જારી કરેલા ૧૨ લાખ ગ્રીન કાર્ડમાંથી લગભગ ૭૮,૧૦૦ ભારતીયોને મળ્યા હતા. તે પૈકીના ૬૦% ગ્રીન કાર્ડ ફેમિલી-બેઝ્ડ (પરિવારજનોના સ્પોન્સરશિપ આધારે) હતા. નવા નિયમોથી સ્પોન્સરની આવક અને કુટુંબના સભ્યોની તપાસ વધુ સઘન બનશે. જોકે શરણાર્થીઓ, અને માનવ તસ્કરીનો ભોગ બનેલા વર્ગને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.









