World

જર્મનીમાં માનવતા શર્મસાર: એક ડૉક્ટરે 12 વર્ષ સુધી 100થી વધુ બાળકો પર દુષ્કર્મ આચર્યું

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
તબીબને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ જર્મનીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આ વિશ્વાસને હચમચાવી દીધો છે. બર્લિન નજીક બ્રાન્ડેનબર્ગમાં એક બાળરોગ ચિકિત્સક (ડૉક્ટર) પર 12 વર્ષના સમયગાળા દરમિયાન 100થી વધુ નિર્દોષ બાળકો પર જાતીય શોષણ અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બુધવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ ડૉક્ટરની ક્રૂરતાના અનેક ઘટસ્ફોટ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જર્મનીમાં માનવતા શર્મસાર: એક ડૉક્ટરે 12 વર્ષ સુધી 100થી વધુ બાળકો પર દુષ્કર્મ આચર્યું

German Doctor Accused of Abusing: તબીબને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ જર્મનીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આ વિશ્વાસને હચમચાવી દીધો છે. બર્લિન નજીક બ્રાન્ડેનબર્ગમાં એક બાળરોગ ચિકિત્સક (ડૉક્ટર) પર 12 વર્ષના સમયગાળા દરમિયાન 100થી વધુ નિર્દોષ બાળકો પર જાતીય શોષણ અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બુધવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ ડૉક્ટરની ક્રૂરતાના અનેક ઘટસ્ફોટ થયા છે.

ક્લિનિકમાં જ આચરતો જઘન્ય ગુનાઓ

અહેવાલો અનુસાર, 46 વર્ષીય આરોપી ડૉક્ટર પર આરોપ છે કે તેણે બ્રાન્ડેનબર્ગના એક ક્લિનિકમાં ફરજ પર હોવા છતાં નિર્દોષ બાળકોને નિશાન બનાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ શરમજનક કૃત્યો ડિસેમ્બર 2013માં શરૂ થયા હતા અને છેક 5 નવેમ્બર 2025 સુધી સતત ચાલતા રહ્યા હતા. ડૉક્ટર પર બાળકો વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા 130 અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે કહ્યું - ભારત સાથે વાત કરવાની જરૂર નથી, ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટનું કર્યું એલાન

કેવી રીતે થયો પર્દાફાશ?

નવેમ્બર 2025માં આ ડૉક્ટરના પાપનો ઘડો ભરાયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક નાની બાળકની માતાને ડૉક્ટરની હિલચાલ પર શંકા ગઈ હતી. સતર્ક માતાએ વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરી, જેના આધારે નવેમ્બર 2025માં જ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી અનેક ડેટા સ્ટોરેજ ડિવાઇસ મળી આવ્યા હતા. આ ઉપકરણોની તપાસ કરતા પોલીસને એવા પુરાવા મળ્યા જેણે માતાના આરોપોને મજબૂત સમર્થન આપ્યું હતું અને ડૉક્ટરની વિકૃત માનસિકતા ખુલ્લી પાડી હતી.

ફ્રાન્સમાં પણ બની હતી આવી જ ઘટના

ઉલ્લેખનીય છે કે અગાઉ ફ્રાન્સમાં પણ આવો જ એક કિસ્સો ગાજ્યો હતો. સર્જન જોએલ લે સ્કોર્નેકે વર્ષો સુધી પોતાના દર્દીઓનું શોષણ કર્યું હતું. મે 2025માં તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના પર 1989થી 2014 દરમિયાન 298 દર્દીઓનું શોષણ કરવાનો આરોપ હતો, જેમાં મોટાભાગના બાળકો હતા.

હાલમાં જર્મનીનો આ આરોપી ડૉક્ટર ન્યાયિક કસ્ટડીમાં છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર યુરોપના તબીબી ક્ષેત્રમાં સુરક્ષા અને નૈતિકતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.