World

ગાઝા શાંતિ મંત્રણા : બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને 'સુવર્ણ- કપોત' ભેટ આપ્યું

By GS TEAM
13 Oct 20251 min read
ગાઝા શાંતિ મંત્રણા : બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને 'સુવર્ણ- કપોત' ભેટ આપ્યું

- સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલની મુલાકાતે ગયા : તે દિવસે હમાસે તેના તમામ અપહ્યત બંધકોને મુક્ત કર્યા

નવી દિલ્હી, તેલ અવીવ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પહોંચ્યા ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવા સાથે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ તેઓને શાંતિના પ્રતીક સમાન કપોત ની સુવર્ણ પ્રતિકૃતિ સુવર્ણ-કપોત તેઓને ભેટ આપી હતી.

ઇઝરાયલ-હમાસ શાંતિ સમજૂતિમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ટ્રમ્પ ઇઝરાયલની નેએર (સંસદ)ને પણ સંબોધન કર્યું, તેઓ નેએરમાં પહોંચ્યા ત્યારે સ્ટેન્ડીંગ ઓવેશન અપાયું. તે પછી તેઓ ઇજીપ્તની સીનાઇ પેન્સિયુલામા આવેલા સુંદર રિસોર્ટ શર્મ-અલ-શેખમાં યોજાનારી અંતિમ શાંતિ મંત્રણામાં હાજર રહેશે. તેઓએ કહ્યું : યુદ્ધ પુરું થયું છે. આ એક મહાન દિવસ છે, નવો પ્રારંભ છે.

ઈઝરાયલના ઉત્તરમાં જ તેઓએ આમ કહ્યું હતું. સાથે આશા વ્યક્ત કરી હતી કે, શાંતિ-યોજના પ્રમાણે હમાસ શસ્ત્ર ત્યાગ કરશે.

આ પૂર્વે સોમવારે સવારે હમાસે તેના કબજામાં રહેલા તમામ બંધકોને - વીશે વીશને મુક્ત કરી દીધા. બે તબક્કામાં તેઓની મુક્તિ કરાઇ હતી. પહેલા ૭ બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા પછી બીજા ૧૩ ને છોડાયા. તેના બદલામાં ઇઝરાયલે તેના કબજામાં રહેલા તમામ ૧૯૦૦ પેલેસ્ટાઇનીઓને મુક્ત કર્યા હતા.