દુનિયામાં પહેલી એવી ઘટના : ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Robot Advocate news : ગારફીલ્ડ એઆઈના ચેટબોટે બ્રિટનની એક કોર્ટમાં વકીલને હરાવી દીધો હતો. તેની દલીલો એટલી ધારદાર હતી કે વકીલ પાસે બચાવની તક જ રહી ન હતી. કોર્ટે એઆઈ ચેટબોટ વકીલની તરફેણમાં ચુકાદો આપીને તેના ક્લાયન્ટને 7000 પાઉન્ડનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કોઈ વકીલને એઆઈ ચેટબોટે હરાવ્યો હોય એવો આ પહેલો બનાવ છે.
એઆઈ પાવર્ડ લૉ ફર્મ ગારફીલ્ડે એક ક્લાયન્ટનો કેસ એઆઈ એજન્ટને લડવા આપ્યો હતો. બ્રિટનની એક કોર્ટમાં ચાલતા આ કેસના દસ્તાવેજો એઆઈ એજન્ટે જ તૈયાર કર્યા હતા અને સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા હતા. તેણે આખા કેસનો સ્ટડી કરીને એવી દલીલો કરી હતી કે માનવ વકીલ માટે તેની સામે ટકી રહેવાનું મુશ્કેલ બન્યું હતું. એક ફ્રીલાન્સરનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે 7000 પાઉન્ડના આ કેસમાં એઆઈ ચેટબોટના ક્લાયન્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
બ્રિટનની આ એઆઈ ચેટબોટ લૉ ફર્મની સ્થાપના 2023માં થઈ હતી. 2025માં આ કંપનીને રેગ્યુલેટરી ઓથોરિટીએ પરવાનગી આપી હતી. કોઈ દેશની કાયદાકીય રેગ્યુલેટરી ઓથોરિટીની પરવાનગી મેળવનારી આ પહેલી કંપની છે. આ પરવાનગી પછી બ્રિટનમાં વકીલાતમાં એઆઈનો ઉપયોગ કેટલો યોગ્ય છે તે બાબતે ચર્ચા પણ છેડાઈ છે. આ એઆઈ લૉ ફર્મ પાંચ લાખ ડોલરના ક્લેઈમ માટે કેસ લડી રહી છે. આ પહેલો કેસ છે જેમાં સફળતા મળી છે. કંપનીએ કહ્યું હતું કે હવે આ જ રીતે પાંચ લાખ પાઉન્ડના સેટલમેન્ટના કેસ પણ જીતશે.








