Get The App

ટ્રમ્પની 'બોર્ડ ઓફ પીસ'ની પહેલી બેઠકમાં સામેલ ભારતે આપેલા મેસેજના ચાર મહત્વના મુદ્દાઓ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની 'બોર્ડ ઓફ પીસ'ની પહેલી બેઠકમાં સામેલ ભારતે આપેલા મેસેજના ચાર મહત્વના મુદ્દાઓ 1 - image

- આ બેઠકમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડયા

- 'બોર્ડ-ઓફ-પીસ'માં નિમંત્રણ મળ્યા છતાં ભારતે પહેલાં તો તે સ્વીકારવા અનિશ્ચિતતા દર્શાવી હતી પરંતુ પછીથી જોડાયું

નવી દિલ્હી : ગાઝાપટ્ટીનાં પુનનિર્માણ અને ત્યાં સતત શાંતિ પ્રસરી રહે તે માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝલેન્ડના દાવોસમાં મળેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક સાથે 'બોર્ડ ઓફ પીસ'ની રચના જાહેર કરી હતી. તેમાં ભારતને આમંત્રણ હતું છતાં ભારતે તે તત્કાળ સ્વીકાર્યું ન હતું, પરંતુ પછીથી ઓબ્ઝર્વર તરીકે યુરોપીય સંઘના દેશોની જેમ જ તે બોર્ડ ઓફ પીસમાં જોડાવા સંમત થયું.

બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ભારત તરફથી તા. ૧૯મી અને વોશિંગ્ટનમાં યોજાયેલી પહેલી બેઠકમાં વોશિંગ્ટન ડીસી સ્થિત દૂતાવાસના કાર્યવાહક રાજદૂત નામગ્યા સીનખમ્મા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ તેઓ યુરોપીય દેશોની જેમ જ ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ તેમની રજૂઆતમાં કહ્યું હતું કે (૧) પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ પ્રસરી રહે તેવા દરેક પ્રયાસોનું ભારત સમર્થન કરે છે. (૨) બોર્ડ ઓફ પીસ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિકલ્પ તરીકે કામ નહીં કરે તેવી ટ્રમ્પની ખાતરી ભારત સ્વીકાર્ય માને છે. (૩) ભારત ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર પણ ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્કના પુનર્નિમાણમાં સક્રિય બને. (૪) પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રને મજબૂત કરશે, અને તેની સુવિધાઓને વધુ સારી કરશે. તેમજ તેને આર્થિક સહાય કરતું રહેશે, તેવા તેઓનાં વચન ઉપર વિશ્વાસ રાખી ભારત આ બોર્ડ ઓફ પીસમાં જોડાયું છે. જો ટ્રમ્પ સંપૂર્ણ રીતે તેમના વચનો પ્રમાણે કાર્ય કરશે તો ગાઝાપટ્ટીનું પુનર્નિમાણ યોગ્ય રીતે અને સરળતાથી થઈ શકે તેવું ભારતનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે.

ભારતના પ્રતિનિધિએ આ પહેલી જ બેઠકમાં આ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

આ બોર્ડ ઓફ પીસમાં કુલ ૨૭ સભ્યો છે. ભારત અને યુરોપીય સંઘ ઓબ્ઝવર્સ તરીકે છે જે ૨૭ દેશો તેનાં સભ્યપદે છે તેમાં મોટા ભાગના મુસ્લીમ દેશો છે. આ ૨૭ દેશોનાં નામ આ પ્રમાણે છે- આઝર બૈજાન, બેલારૂસ, ઈજીપ્ત, હંગેરી, ઈંડોનેશિયા, ઈઝરાયલ, જોર્ડન, મોરોક્કો, પાકિસ્તાન, કતાર, સઉદી અરબ, તુર્કીએ, યુ.એ.ઈ., ઉઝબેકીસ્તાન અને વિયેતનામ કુલ ૫૦ દેશોની બનેલી આ સંસ્થામાં બીજા ૨૩ દેશો પૈકી ભારત અને યુરોપીય સંઘના ૨૨ દેશો ઓબ્ઝવર્સ તરીકે સામેલ છે.

આ બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે કાઝીખસ્તાન, આજરબૈજાન, યુએઈ, મોરોક્કો, બહેરિન, કતાર, સાઉદ અરબ, ઉઝબેકીસ્તાન તથા કુવૈતે સાથે મળી ૭ અબજ ડોલર ગાઝાપટ્ટી પુન:નિર્માણમાં આપવાના છે. જ્યારે અમેરિકા ૧૦ અબજ ડોલર્સ આપશે.

આ બેઠકમાં એક અસામાન્ય ઘટના બની હતી, પાકિસ્તાને આ 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવામાં પહેલા તો આનાકાની કરી હતી. પાકિસ્તાનની જનતા પણ અમેરિકાના નેતૃત્વ નીચેનાં આ બોર્ડ ઓફની વિરૂદ્ધ છે જ. છેવટે પાકિસ્તાન તરફથી તેના વડાપ્રધાન શહબાજ શરીફ હસને હાજર રહ્યા હોય તેમ લાગતું હતું. તેવામાં ટ્રમ્પે તેઓને ઉભા થવાનું કહેતાં તેઓ નીચા માથે ઉભા થયા હતા. કહો કે ઉભા થવું પડયું હતું. આમ આ ભરી બેઠકમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડયા હતા.