અમેરિકાની ગ્રાન્ડ કેન્યનમાં અચાનક ભારે વરસાદથી ઘોડાપૂર : 15 લાપત્તાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અહીં જૂજ વર્ષા થાય છે : હાઈકર્સ આવે છે, કોઈ રહેતું નથી
- ગ્રાન્ડ-કેન્યન નેશનલ પાર્કના બ્રાઇટ એન્જલ કેન્યન અને કેન્ટમ રેપમાંથી ૬૨ને સલામત સ્થળે ખસેડાયા
એરિઝોના, (યુ.એસ) : કોલોરાડો પાસેના ગ્રાન્ડ-કેન્યન-નેશનલ પાર્કમાં અચાનક ભારે વર્ષાને લીધે આવેલા પૂરને લીધે ૧૫ જણા તણાઈ ગયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ૬૨ને મહાપ્રયાસે સલામત સ્થળે ફેરવવામાં આવ્યા છે. આ અચાનક આવેલા પૂરને લીધે કાદવનું પાણી અને ખડકો તથા લોખંડનાં બનાવેલાં ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પણ તે પૂરમાં તણાઈ ગયા હતા. ઝાડના થડ અને લોખંડના ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પણ તે પૂરના પ્રવાહમાં તણાઈ આવ્યાં હોવાનું વિડીયો દ્વારા મળેલા મેસેજોથી જાણવા મળ્યું છે.
આ દુર્ઘટનામાં ફસાઈ ગયેલા પરંતુ હેમ-ખેમ બચી ગયેલા હાઈકર્સ પૈકીનાં એક એરિકા વાયોલાએ જણાવ્યું હતું કે, અમે બ્રાઇટ એન્જલ વિસ્તારમાં હતાં ત્યાં વરસાદ પડવો શરૂ થયો અને તે જોરદાર બનતો ગયો. તે દિવસ શનિવારનો હતો. સમય બપોરના ૨.૩૦ આસપાસનો હતો. હું અને બીજા પચાસેક હાઈકર્સ હતા ત્યાં તો વર્ષા અચાનક ભારે બની રહી તેથી પૂર આવ્યાં. ધસમસતો પ્રવાહ કાદવીયો હતો તે સાથે મોટા ખડકો ઢાળમાં ધસી રહેતાં તેણે ઈન્ફ્રાસ્ટ્રકચર્સને તોડી-ફોડી નાખ્યું. જોકે પછી હેલિકોપ્ટર દ્રારા અમારા ગુ્રપને ઉપર ખેંચી લેવામાં આવ્યું. અમે ૬૨ બચી ગયા પરંતુ બીજા ૧૫ હજી લાપત્તા છે તેમ પણ એરિકા વાયોલાએ કહ્યું હતું.




