ફ્રાંસમાં શમોન્ડા વાયરસના માનવ સંક્રમણનો પહેલો કેસ, દર્દીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વાયરસ અત્યાર સુધી ફક્ત પશુઓને થતો હતો
- દર્દીમાં ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા હાલ, વાયરસની કોઈ રસી બજારમાં ઉપલબ્ધ નથી
પેરિસ : વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફ્રાન્સમાં શમોન્ડા વાયરસના પહેલા માનવ સંક્રમણની પુષ્ટિ કરી છે. આ વાયરસ અત્યાર સુધી ફક્ત પશુઓમાં જ જોવા મળ્યો હતો. ફ્રાન્સના હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, લિયોનમાં સારવાર હેઠળ રહેલા એક ગંભીર રીતે ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ દર્દીમાં આ વાયરસ મળી આવ્યો હતો. રિપોર્ટ મુજબ, દર્દીનું મોત થયું છે.
દર્દીને પૂર્વી ફ્રાન્સમાં ક્યુલીકોઇડ્સ (ભેનૈર્બૈગીજ) જાતિની નાની માખીના કરડવાથી સંક્રમણ થયું હતું. આ વાયરસ તે વિસ્તારના પશુઓમાં ફેલાયો હતો. દર્દી ૬૦ વર્ષથી વધુ ઉંમરનો હતો અને અન્ય ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યો હતો. બીમારીના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી બની હતી.
ઉર્લ્લંના પ્રવક્તાએ જણાવ્યું કે, દર્દીમાં ન્યૂરોલોજિકલ કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા હતા. જે શમોન્ડા વાયરલ સંબંધિત હતા. ઉર્ંછલ્લ અને ઉર્લ્લં અનુસાર, શમોન્ડા વાયરસ સામે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી. હાલમાં આ વાયરસ માણસોથી માણસોમાં ફેલાવવાના કોઈ પૂરાવા મળ્યા નથી.
શમોન્ડા વાયરસ શું છે?
શમોન્ડા વાયરસ પહેલી વખત ૧૯૬૫માં નાઇજીરિયામાં ઢોરમાં મળી આવ્યો હતો. તે ક્યુલીકોઇડ્સ જાતિની નાની માખીઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ મુખ્યત્વે ઢોર, ઘેટાં, બકરાં અને ઘોડાને અસર કરે છે. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ અનુસાર, પશુઓમાં આ વાયરસના લક્ષણોમાં તાવ, ઝાડા, દૂધ ઉત્પાદનમાં ઘટાડો અને પ્રજનન સંબંધી સમસ્યાઓ જેવી કે, ગર્ભપાત અને ભૂ્રણ વિકૃતિનો સમાવેશ થાય છે. કેટલાક ઘોડાઓમાં ન્યુરોલોજિકલ લક્ષણો પણ જોવા મળ્યા છે.




