World

ઓસ્ટ્રેલિયામાં ફરી યહૂદીઓ પર હુમલો, કાર પર ફાયર બોમ્બિંગ, PM અલ્બાનીઝે આપી પ્રતિક્રિયા

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયામાં નાતાલની સવાર પહેલા ફરી એકવાર યહૂદી પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્ત્વોએ મેલબોર્નમાં એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે આ ઘટનાને ફાયર બોમ્બિંગ જણાવી. વડાપ્રધાન એન્થની અલ્બનીજે આ ઘટનાને શંકાસ્પદ એન્ટી સેમિટિઝ્મ કરાર કરી દીધું. એન્ટી-સેમિટિઝ્મનો અર્થ છે કે, યહૂદીઓ પ્રત્યે ઘૃણા, પૂર્વાગ્રહ, ભેદભાવ અથવા દુશ્મની. આ જાતિવાદી વિચારધારા છે, જે યહૂદીઓને નિશાનો બનાવે છે અને તેમને ગુનેગાર કરાર કરી તેમની સામે હિંસા, બહિષ્કાર અથવા કાવતરા ઘડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયામાં ફરી યહૂદીઓ પર હુમલો, કાર પર ફાયર બોમ્બિંગ, PM અલ્બાનીઝે આપી પ્રતિક્રિયા

Australia Attack: ઓસ્ટ્રેલિયામાં નાતાલની સવાર પહેલા ફરી એકવાર યહૂદી પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્ત્વોએ મેલબોર્નમાં એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે આ ઘટનાને ફાયર બોમ્બિંગ જણાવી. વડાપ્રધાન એન્થની અલ્બનીજે આ ઘટનાને શંકાસ્પદ એન્ટી સેમિટિઝ્મ કરાર કરી દીધું. એન્ટી-સેમિટિઝ્મનો અર્થ છે કે, યહૂદીઓ પ્રત્યે ઘૃણા, પૂર્વાગ્રહ, ભેદભાવ અથવા દુશ્મની. આ જાતિવાદી વિચારધારા છે, જે યહૂદીઓને નિશાનો બનાવે છે અને તેમને ગુનેગાર કરાર કરી તેમની સામે હિંસા, બહિષ્કાર અથવા કાવતરા ઘડે છે. 

શું હતી ઘટના?

ઓસ્ટ્રેલિયાની પોલીસના જણાવ્યાનુસાર, નાતાલની સવાર પહેલા સેન્ટ કિલ્ડા ઇસ્ટમાં ઘરના ડ્રાઇવ-વેમાં રબ્બીની કાર પર આગ લગાવનારો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ઘટનામાં કારનો દરવાજો સળગી ગયો હતો. જોકે, પોલીસે યોગ્ય સમયે આવીને રબ્બી અને તેમના પરિવારનું રેસ્ક્યુ કરી લીધુ હતું. આ કાર પર 'હેપ્પી હનુક્કા'નું એક નાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પોલીસ આ યહૂદી વિરોધી હુમલાની તપાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ H-1B વિઝાની 1,00,000 ડોલર ફી મુદ્દે ટ્રમ્પને કોર્ટની રાહત, ટેક કંપનીઓ ભયભીત, ભારતીયોને ઝટકો

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત નથી થયું. પરંતુ, સાવચેતી રૂપે રબ્બીના પરિવારને સ્થળાંતર કરવામાં આવ્યો હતો. મૂરેબિન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટના જાસુસ ગુરૂવારે (25 ડિસેમ્બરે) સેન્ટ કિલ્ડા ઇસ્ટમાં લાગેલી શંકાસ્પદ આગની તપાસ કરી રહ્યા છે. જાસૂસે એક એવી વ્યક્તિની ઓળખ કરી છે, જે તેની તપાસમાં મદદ કરી શકે. બળેલી કારને ગુરૂવારે સવારે ડ્રાઇવ વેથી દૂર કરી દેવાઇ છે. પરંતુ બારીના તૂટેલા કાર મેલબર્નના યહૂદી સમુદાયની વચ્ચે સ્થિત ઘરના ડ્રાઇવવેમાં પડ્યા છે. 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બોન્ડી આતંકવાદી હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના યહૂદી સમુદાય શોકમાં છે. મેલબર્નમાં એક કાર પર આગ લાગવાની ઘટના શંકાસ્પદ યહૂદી-વિરોધી ભાવનાનું વધુ એક ભયાનક કૃત્યુ છે. ફેડરલ અધિકારીઓ મદદ માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની નફરત માટે કોઈ જગ્યા નથી. 

આ પણ વાંચોઃ ટ્રમ્પ સરકારના ચોંકાવનારા નિર્ણયથી અમેરિકામાં 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

11 દિવસ પહેલા પણ યહૂદીને બનાવ્યો નિશાન

નોંધનીય છે કે, આ આગચંપીની ઘટનાના 11 દિવસ પહેલાં હનુક્કા ફેસ્ટિવલમાં બે બંદૂકધારીઓ દ્વારા યહૂદીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 15 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. નોંધનીય છે કે, યહૂદીઓનો રોશનીનો તહેવાર હનુક્કા 22 ડિસેમ્બરે પૂરો થયો હતો.