World

અવિરત વર્ષાથી ભોટે કોશી નદીનું જળસ્તર વધતાં નવા પૂરની ભીતિ : વહીવટી તંત્ર સાબદુ થઇ ગયું છે

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભારે વરસાદને કારણે NDRRMA દ્વારા નવા પૂરની ચેતવણી અપાઈ છે. રાસુવા, નવાકોટ અને ધાડીંગ જિલ્લાઓને વિશેષ સાવચેત રહેવા જણાવાયું છે. અત્યાર સુધીમાં 734 લોકોના મોત થયા છે અને 3000 થી વધુ લાપતા છે. ભારતે C-130 વિમાનો દ્વારા રાહત સામગ્રીની ચોથી ખેપ મોકલી છે. નેપાળના PM બાલેન શાહે PM મોદીનો આભાર માન્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અવિરત વર્ષાથી ભોટે કોશી નદીનું જળસ્તર વધતાં નવા પૂરની ભીતિ : વહીવટી તંત્ર સાબદુ થઇ ગયું છે

કાઠમંડુ: નેપાળની નેશનલ ડીઝાસ્ટર રિસ્ક રીડકશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીઆરઆરએમએ) દ્વારા જનતાને નવાં સંભવિત પૂરો સામે ચેતવણી આપી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી નેપાળમાં પડી રહેલી અવિરત વર્ષાને પગલે રાસુઆ સ્થિત જિલ્લા વહીવટીતંત્રની કચેરીએ જણાવ્યું છે કે નવાં પૂરોની સંભાવના છે. તેથી જનતાએ સાવચેત રહેવાની જરૂર છે. વિશેષતઃ રાસુવા નવાકોટ અને ધાડીંગ જિલ્લાઓમાં પૂરો ફરી તબાહી વેરી શકે તેમ છે.
બુધવારે આવેલાં પ્રચંડ પૂરોને લીધે ખેદાન મેદાન સમાન બની રહેવા નેપાળમાં પૂરોએ ૭૩૪ના જાન લીધા છે જ્યારે ૩૦૦૦થી વધુ હજી લાપતા છે.
દરમિયાન ભારતે વિશાળ માલવાહક વિમાનો સી-૧૩૦ની ચોથી ખેપ કરી નેપાળને અઢળક રાહત સામગ્રીઓ પહોંચાડી દીધી છે. હજી વધુ ખેપ કરવાની સંભાવના છે.
ભારતે તત્કાળ અને ખૂબ મોટા પાયે કરેલી આ મદદ માટે નેપાળના વડાપ્રધાન બાલેન શાહે, ભારતનો આભાર માનતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો (મોબાઈલ દ્વારા) ત્યારે તેવો થોડા ભાવુક બની ગયા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પાડોશી દેશો ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે ત્યારે ભારત સતત તેની સહાયે દોડયું છે. પછી તે માલદીવ હોય કે શ્રીલંકા. શ્રીલંકામાં તો સંકટ સમયે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનની સહાય પણ કરેલ છે.
બીજી તરફ આ વાતે તો નેપાળને પૂરની સંભાવનાની ચેતવણી આપી દીધી છે. કારણ કે તેણે કબ્જે કરેલાં તિબેટમાં બે સરોવરો છલકાઈ રહ્યાં છે. ચીને પહેલા હિમપ્રપાત અંગે મોડી ચેતવણી આપતાં નેપાળમાં સેંકડોના જાન ગયા હતા તે સર્વવિદિત છે.