World

એઆઈનો ડર : મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં AI ગીતોના વધતા ચલણથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં નવી તકો અને પડકારો ઊભા થયા છે. યુનિવર્સલ, સોની, વોર્નર જેવી મોટી કંપનીઓએ AI પ્લેટફોર્મ સામે કોપીરાઈટ કેસ કર્યા છે. હવે કેટલીક કંપનીઓ લાઈસન્સિંગ ડીલ કરી રહી છે, પણ કલાકારોને વળતર અને ડીપફેક ગીતોની નકલ એક મોટો પ્રશ્ન છે. સોનીએ 2.6 લાખથી વધુ AI ટ્રેક હટાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈનો ડર :  મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ
  • કલાકારોના અવાજની નકલ માથાનો દુખાવો બની
  • મ્યુઝિક લેબલ્સ પાસેથી લાઈસન્સિંગ રાઈટ્સ લઈને એઆઈ કંપનીઓ નવા મોડલ્સ-સોંગ્સ બનાવી રહી છે

વોશિંગ્ટન : એઆઈથી ગીતો બનાવવાની ટેકનોલોજી ઝડપથી આગળ વધતાં વિશ્વની મોટી રેકોર્ડ કંપનીઓ માટે નવી તકો સાથે નવા પડકારો પણ ઊભા થયા છે. એક તરફ લેબલ્સ એઆઈ કંપનીઓ સાથે લાઇસન્સિંગ ડીલ કરીને નવી કમાણી ઊભી કરવા માગે છે, તો બીજી તરફ એઆઈથી બનેલા નકલી ગીતો, કલાકારોના અવાજની નકલ અને કાપિરાઇટ અંગેની ચિંતા વધી રહી છે.
યુનિવર્સલ મ્યુઝિક, સોની મ્યુઝિક અને વોર્નર મ્યુઝિક જેવી મોટી કંપનીઓએ એઆઈ મ્યુઝિક પ્લેટફોર્મ સુનો અને ઉડિયો સામે કાપિરાઇટ કેસ કર્યા હતા. આરોપ હતો કે એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા કાપિરાઇટ ધરાવતાં ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, કેટલીક કંપનીઓએ કોર્ટની લડાઈને બદલે લાઇસન્સિંગનો રસ્તો અપનાવ્યો હતો. હવે સુનો જેવા પ્લેટફોર્મ લાઇસન્સ લઈને મ્યુઝિક પરથી નવા એઆઈ મોડલ તૈયાર કરી રહ્યા છે.
વોર્નર મ્યુઝિક સાથેની ડીલ બાદ સુનોએ સપ્ટેમ્બરમાં સુનો વી૬ મોડલ રજૂ કર્યું હતું. એઆઈ મ્યુઝિકમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલાકારોને તેમના અવાજ અને ગીતોના ઉપયોગ બદલ યોગ્ય વળતર કેવી રીતે મળશે? કેટલાક કલાકારો અને સંગીતકારોના સંગઠનોનું કહેવું છે કે લેબલ્સે એઆઈ કંપનીઓ સાથે કરેલી કેટલીક ડીલમાં કલાકારો અને સેશન મ્યુઝિશિયન્સના હિતો પૂરતા પ્રમાણમાં ધ્યાનમાં લીધા નથી. જૂનમાં અમેરિકન ફેડરેશન ઓફ મ્યુઝિશિયન્સે વોર્નર અને યુનિવર્સલ સામે કેસ પણ કર્યો હતો. આ પ્રકારના સવાલો અન્ય ઈન્ડસ્ટ્રીમાં પણ ઊભા થઈ રહ્યા છે.

એઆઈથી ડીપફેક સોંગ્સની બોલબાલા

એઆઈથી બનાવવામાં આવેલા ડીપફેક ગીતો પણ મોટી સમસ્યા બની રહ્યા છે. સોની મ્યુઝિકે સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્લેટફોર્મ્સને પોતાના કલાકારોના અવાજ અને ઓળખની નકલ કરતા ૨.૬ લાખથી વધુ એઆઈ ટ્રેક હટાવવા કહ્યું હતું. આ સંખ્યા માર્ચના અંતે આશરે ૧.૩૫ લાખ હતી. એઆઈથી મોટા પ્રમાણમાં બનાવેલા ગીતોને બોટ્સ દ્વારા વારંવાર વગાડીને ગેરકાયદે સ્ટ્રીમિંગ રોયલ્ટી મેળવવાનો મુદ્દો પણ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે.