World

સરકારી ખર્ચે ગર્લફ્રેન્ડ સાથે જલસા? લક્ઝરી સ્યુટ-મ્યુઝિક કોન્સર્ટ મુદ્દે FBIના કાશ પટેલ ફરી વિવાદોમાં

By GS Team
17 May 20263 mins read
TukuTouch Logo
Kash Patel Faces Backlash Over Luxury Trip With Girlfriend Alexis Wilkins : અમેરિકાની સૌથી પાવરફુલ તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ ફરી મોટા વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ લાગ્યો છે કે તેમણે એજન્સીના સત્તાવાર કામને પોતાની ગર્લફ્રેન્ડ સાથેની લક્ઝરી ડેટમાં બદલી નાખ્યું. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ બાદ અમેરિકાના રાજકારણમાં આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી ખર્ચે ગર્લફ્રેન્ડ સાથે જલસા? લક્ઝરી સ્યુટ-મ્યુઝિક કોન્સર્ટ મુદ્દે FBIના કાશ પટેલ ફરી વિવાદોમાં

Kash Patel Faces Backlash Over Luxury Trip With Girlfriend Alexis Wilkins : અમેરિકાની સૌથી પાવરફુલ તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ ફરી મોટા વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ લાગ્યો છે કે તેમણે એજન્સીના સત્તાવાર કામને પોતાની ગર્લફ્રેન્ડ સાથેની લક્ઝરી ડેટમાં બદલી નાખ્યું. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ બાદ અમેરિકાના રાજકારણમાં આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે.

FBIએ કર્યો કાશ પટેલનો બચાવ 

સરકારી સંસાધનો, પ્રાઇવેટ જેટ અને મોંઘા રિસોર્ટ્સના ઉપયોગને લઈને કાશ પટેલ પર સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે બીજી તરફ FBI અને તેમના પ્રવક્તા આ તમામ પ્રવાસોને દેશની સુરક્ષા અને ઓફિશિયલ પ્રોટોકોલનો ભાગ ગણાવીને બચાવ કરી રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, 46 વર્ષના FBI ડાયરેક્ટર કાશ પટેલ 10 મે 2025ના રોજ તેમની 27 વર્ષની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ સાથે વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા જવા રવાના થયા હતા. આ મુસાફરી માટે FBIના ખાસ ગલ્ફસ્ટ્રીમ V જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મ્યુઝિક કોન્સર્ટ માટે સ્યુટ બુક કર્યો 

ત્યાં પહોંચીને આ કપલે જોર્જ સ્ટ્રેટ અને ક્રિસ સ્ટેપલટનનો એક મોટો કન્ટ્રી મ્યુઝિક કોન્સર્ટ જોયો હતો. આરોપ છે કે આ કોન્સર્ટ જોવા માટે જે પ્રાઇવેટ સ્યુટ બુક કરવામાં આવ્યો હતો તેની કિંમત 35,000 થી 50,000 ડોલરની વચ્ચે હતી. એટલું જ નહીં, આ લક્ઝરી આઉટિંગ દરમિયાન FBIના ફ્લાઇટ ક્રૂ અને સિક્યોરિટી સ્ટાફે રાત્રે 11 વાગ્યા પછી પણ ઓવરટાઇમ ડ્યુટી કરવી પડી હતી. જ્યારે આ અંગે કાશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, જોકે એજન્સીએ જણાવ્યું કે તેમની ગર્લફ્રેન્ડ ત્યાં પરફોર્મર્સની ગેસ્ટ તરીકે ગઈ હતી.

અગાઉ પણ VIP જલસા માટે વિવાદોમાં રહ્યા છે કાશ પટેલ 

કાશ પટેલ માટે લક્ઝરી ટ્રિપનો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલાં જુલાઈ અને ઓગસ્ટ 2025 દરમિયાન તેમની હવાઈની મુલાકાત પણ ચર્ચામાં રહી હતી. 1941ના ઐતિહાસિક હુમલામાં શહીદ થયેલા અમેરિકી સૈનિકોના સ્મારક 'USS Arizona' નજીક કાશ પટેલે ગર્લફ્રેન્ડ સાથે "VIP સ્નોર્કલિંગ" (દરિયામાં ડાઇવિંગ) કર્યું હોવાના આક્ષેપો થયા હતા. જો કે, FBIના પ્રવક્તા બેન વિલિયમસને આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે, મીડિયા આ ઓફિશિયલ ટ્રિપને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. આ પ્રવાસ યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડિંગ જનરલના આમંત્રણ પર લશ્કરી બેઝની સત્તાવાર મુલાકાતનો ભાગ હતો, કોઈ વેકેશન નહોતું. પર્લ હાર્બરના સર્વાઇવર્સના પરિવારે પણ આ મુલાકાત સામે કોઈ મોટો વાંધો ઉઠાવ્યો નથી.

કાશ પટેલ વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન ઇટાલીના મિલાન શહેરના પ્રવાસે પણ ગયા હતા. ત્યાંથી તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ યુએસ મેન્સ હોકી ટીમના ખેલાડીઓ સાથે સેલિબ્રેશન કરતા અને બિયર ગટકાવતા જોવા મળ્યા હતા. 

હું સૌથી પહેલો આવું છું અને છેલ્લો જાઉં છું: કાશ પટેલ

પોતાના પર લાગેલા તમામ આરોપો સામે કાશ પટેલે મજબૂતાઈથી બચાવ કર્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે આ તમામ અહેવાલો રાજકીય રીતે પ્રેરિત અને ખોટા છે. તેઓ પોતાના વ્યક્તિગત ખર્ચ પોતાના ખિસ્સામાંથી ભોગવે છે. મેં મારા પૂર્વ ડાયરેક્ટર્સ કરતા અડધી જ રજાઓ લીધી છે અને વેકેશન પણ ત્રીજા ભાગનું જ લીધું છે. હું ઓફિસમાં સૌથી પહેલો આવું છું અને સૌથી છેલ્લો બહાર જાઉં છું.