World

યુક્રેન વોર વચ્ચે યુએસનું યુદ્ધજહાજ રશિયાની સરહદ નજીક પહોંચતા સ્ફોટક સ્થિતિ

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
રશિયાના યુક્રેન પરના હુમલામાં 2નાં મોત થયા છે. અમેરિકન યુદ્ધજહાજ USS ટેડ સ્ટીવન્સ રશિયાની પૂર્વી સરહદે, અલાસ્કા પહોંચ્યું છે. આર્કટિક ક્ષેત્રમાં લશ્કરી ગતિવિધિઓ વચ્ચે અમેરિકાનું આ પગલું રશિયા પર દબાણ લાવવાના સંકેત આપે છે. નિષ્ણાતો આને અત્યંત સ્ફોટક સ્થિતિ ગણી રહ્યા છે, કારણ કે રશિયાએ નાટો સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન વોર વચ્ચે યુએસનું યુદ્ધજહાજ રશિયાની સરહદ નજીક પહોંચતા સ્ફોટક સ્થિતિ
  • રશિયાના યુક્રેન પરના હુમલામાં બેનાં મોત નીપજ્યા
  • વિસ્ફોટક વાતાવરણમાં રશિયાની પૂર્વી સરહદે પહોંચેલુ અમેરિકન યુદ્ધજહાજ સ્થિતિ વધુ બગાડે તેવો વૈશ્વિક નિષ્ણાતોનો મત

વોશિંગ્ટન : અમેરિકન નૌકાદળનું નવી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએસ ટેડ સ્ટીવ્સ (ડીડીજી-૧૨૮) ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અલાસ્કાના વ્હિટીયર પહોંચી ગયું. બધા જાણે છે કે અમેરિકા યુક્રેનનું સમર્થક છે તે સંજોગોમાં હવે રશિયાની પૂર્વી સરહદની નજીક જઈને અમેરિકા રશિયાને કયા પ્રકારનો લશ્કરી સંદેશો આપવા માંગે છે, તે રશિયા પર દબાણ લાવવા માંગે છે તેવો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો છે.
એસએસ ટેડ સ્ટીવન્સ તેવા સમયે અમેરિકા પહોંચ્યું છે જ્યારે અમેરિકા અને રશિયા આર્કટિક ક્ષેત્રમાં તેમની લશ્કરી પ્રવૃત્તિ વધારી રહ્યા છે. અલાસ્કા અને રશિયા વચ્ચે બેરિંગ સ્ટ્રેટ છે. તેની બીજી તરફ રશિયાનો ચુકચી વિસ્તાર અને ફાર ઇસ્ટ છે. આ જ કારણે અલાસ્કાની આસપાસ અમેરિકન નૌકાદળની હાજરીને મહત્ત્વની માનવામાં આવી રહી છે. જો કે આ જહાજ રશિયા સામે કોઈ ખાસ મિશન માટે મોકલવામાં આવ્યું હોય તેવું નિશ્ચિતપણે કહી શકાય નહી.
હવે અમેરિકા ત્યાં જહાજ મોકલીને રશિયાને શું સંદેશો આપવા માંગે છે. તે રશિયા પર કોઈપણ પ્રકારનું લશ્કરી દબાણ કરવાના સંકેત મોકલી રહ્યુ છે. અહીં તે ઉલ્લેખનીય છે કે આજે જ બ્રિટન ખાતેના રશિયન રાજદૂતે નાટો સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે તે જ સમયે અમેરિકાનું યુદ્ધજહાજ રશિયાની નજીક પહોંચ્યું છે. આને અત્યંત સ્ફોટક સ્થિતિ પણ કહી શકાય તેમ લશ્કરી નિષ્ણાતો માને છે. અમેરિકાનું યુદ્ધજહાજ ભલે આક્રમક સ્થિતિમાં ન હોય, પરંતુ રશિયા જ્યારે યુક્રેન સાથે યુદ્ધમાં રોકાયેલું છે ત્યારે આ રીતે અમેરિકાના જહાજનું ત્યાં આવવું તેને પણ રશિયા એક પ્રકારે લશ્કરી દબાણનો જ સંકેત માનશે. હવે બ્રિટન ખાતેના રશિયન રાજદૂતે આ ધમકી અમેરિકન જહાજ ત્યાં પહોંચ્યું તેના સંદર્ભમાં આપી છે કે યુક્રેનને નાટોની મદદના લીધે આપી છે તે વાત તો સમય જ કહેશે.
આ આર્લે બર્ક-ક્લાસનું નવું યુદ્ધજહાજ છે. તેની સત્તાવાર કમિશનિંગ ત્રીજી ઓક્ટોબરે વ્હિટિયરમાં હશે. જહાજમાં એસપીવાઈ-૬ રડાર અને એજિસ બેઝલાઇન ૧૦ કોમ્બેટ સિસ્ટમ લાગેલી છે.
તેમા ૯૬ વર્ટિકલ લોન્ચ સેલ્સ છે. આ લોન્ચ સેલ્સમાંથી કેટલીય મિસાઇલ લોન્ચ કરી શકાય છે. આ દરમિયાન રશિયાએ જર્મનીની સ્થિતિ વધુ વણસતી અટકાવવાની વિનંતી ફગાવી દીધી હતી. તેની સાથે ધમકી આપી હતી કે રશિયાના કાલિનગ્રાડ ખાતે યુરોપીયન આઉટપોસ્ટ પર હુમલો કરાયો તો જવાબ પરમાણુ હુમલાથી અપાશે. તેમની આ ધમકીથી ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન રશિયાના યુક્રેન પરના હુમલામાં બેના મોત થયા હતા.

રશિયાનું પરમાણુ શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવતું વિમાન તૂટી પડતાં છનાં મોત
મોસ્કો : રશિયાનું પરમાણુ શસ્ત્રો લઈ જઈ શકે તેવું વિમાન ટેક ઓફ પછી તરત જ ક્રેશ થઈ તૂટી પડયુ હતુ અને તેમા છના મોત થયા હતા. રશિયાના પૂર્વવિસ્તાર અમુરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન આ ઘટના બની હતી. રશિયાએ તેના માટે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે દારુગોળા વગર ઉડી રહ્યું હતું. વિડીયો ફૂટેજમાં ટીયુ-૯૫ સ્ટ્રેટેજિક બોમ્બર ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં તૂટી પડતા જોઈ શકાય છે. જો કે આ વિમાન માનવ વસાહત વગરના વિસ્તારમાં થતાં વધારે જાનહાનિ થઈ ન હતી, આ દુર્ઘટનામાં એક ક્રૂ મેમ્બર બચી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.