Get The App

યુરોપના દેશો સુરક્ષા માટે અમેરિકાના ભરોસે નહી રહે, પોતાનું આત્મનિર્ભર નાટો બનાવશે

ફ્રાંસ અને બ્રિટન ઉપરાંત જર્મની પણ નારાજ છે

ઇરાન યુધ્ધમાં મતભેદો ઉભરીને સપાટી પર આવ્યા છે.

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
યુરોપના દેશો સુરક્ષા માટે અમેરિકાના ભરોસે  નહી રહે, પોતાનું આત્મનિર્ભર નાટો બનાવશે 1 - image

પેરિસ,૧૫ એપ્રિલ,૨૦૨૬,બુધવાર 

મધ્ય પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ૪૦ દિવસના યુદ્ધ તેમજ  યુધ્ધવિરામ પછીના તણાવના પગલે યુરોપીય દેશો નવું સંરક્ષણ માળખું તૈયાર કરી રહયા છે જે અનૌપચારિક રીતે નાટો જેવું હશે જે જેને યુરોપીયન નાટો પણ કહી શકાય તેવું હશે. ઇરાન યુધ્ધમાં ખાસ કરીને હોર્મુઝની ખાડીમાંથી ઇરાનનું વર્ચસ્વ ખતમ કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અપીલ છતાં નાટો દેશો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઇઝેશન) એ તૈયારી બતાવી ન હતી. મિલિટરી સંગઠન નાટોમાં અમેરિકાનું ખૂબ મોટું યોગદાન હોવા છતાં નાટો દેશોએ મોં ફેરવી લેતા ટ્રમ્પે નાટોમાંથી નિકળી જવાની પણ ધમકી આપી હતી.

અમેરિકાએ નાટો દેશોને જોઇ લેવાની ચીમકી ઉચ્ચારી પરંતુ યુરોપીયન દેશો અમેરિકા વગરના નાટો પ્રકારના સંગઠન વિશે ગંભીરતાથી વિચારી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુરોપીયન નાટોની હાલ પૂરતી રણનીતિ હોર્મુઝ સ્ટ્રેટને ક્રુડ તેલ અને પદાર્થોની હેરફેર કરતા જહાજોને સુરક્ષિત રાખવાની છે. તાજેતરમાં હોર્મુઝમાં ઇરાન અને અમેરિકાનો ટકરાવ અને નાકાબંધીના પગલે વેપારી જહાજો મિસાઇલ હુમલાનો ખતરો અનુભવે છે. યુરોપીયન દેશોનું માનવું છે કે આ દરિયાઇ રુટ પર યુધ્ધ પૂર્ણ  થયા પછી પણ મજબૂત સુરક્ષા હોવી આવશ્યક છે.

યુરોપના દેશો સુરક્ષા માટે અમેરિકાના ભરોસે  નહી રહે, પોતાનું આત્મનિર્ભર નાટો બનાવશે 2 - image

આ મામલે બ્રિટન અને ફ્રાંસ ખૂબજ ગંભીર છે. બ્રિટનના વડાપ્રધાન કિએર સ્ટાર્મર અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યૂનલ મેકો આ સપ્તાહમાં ૪૦ થી વધુ દેશોની એક બેઠક બોલાવી રહયા છે જેમાં નવી સુરક્ષાનીતિ પર ચર્ચા થશે. આ પ્રસ્તાવ હેઠળ જ એક બહુરાષ્ટ્રીય સુરક્ષા સંગઠન રચાશે જે જહાજોની સુરક્ષા, દરિયાઇ સુરંગો દૂર કરવા પ્રયાસ કરશે. યુધ્ધમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા, દરિયામાં બિછાવાયેલી સુરંગોને દૂર કરવી અને ભવિષ્યમાં જહાજો સુરક્ષિત રીતે પસાર થાય તે માટે એસ્કોર્ટ સિસ્ટમ તૈયાર કરવી વગેરે મહત્વની કામગીરી કરશે.

આ નવી વ્યવસ્થા અમેરિકી નેતૃત્વ હેઠળ નહી પરંતુ યુરોપીય કમાંડ ચલાવશે. આ પગલું માત્ર સુરક્ષા પુરતું જ સીમિત નથી પરંતુ તેની પાછળ એક રાજનીતિક મેસેજ પણ છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી યુરોપીયન દેશો સાથેના સંબંધો વણસ્યા છે. ટેરિફ મુદ્વે યુરોપ પર ટ્રમ્પ પ્રશાસને ચાબૂક ફટકારતા સંબંધો તંગ હતા. ઇરાન યુધ્ધમાં મતભેદો ઉભરીને સપાટી પર આવ્યા છે. અમેરિકાના સૈન્ય અભિયાન અથવા તો નાકાબંધી જેવી રણનીતિને સમર્થન આપતા નથી. યુરોપ હવે આત્મનિર્ભર  સુરક્ષાની દિશામાં આગળ વધી રહયું છે. ફ્રાંસ અને બ્રિટન ઉપરાંત જર્મની પણ નારાજ છે. જર્મની પણ જોડાય તો માઇન કલીયરિંગ ક્ષમતાનો મજબૂત લાભ નવા સંગઠનને મળી શકે છે.