World

ઇજનેર અને સંગીતકાર બાલેન્દ્ર શાહ નેપાળના વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ રહેલા છે

By GS TEAM
6 Mar 20262 mins read
ઇજનેર અને સંગીતકાર બાલેન્દ્ર શાહ નેપાળના વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ રહેલા છે

- નેપાળની 'પંચાયત' (સંસદ)ની ચૂંટણી

- કાઠમંડુમાં સિવિલ એન્જિનિયરીંગમાં બેચલરની ડિગ્રી મેળવ્યા પછી તેઓ બેંગ્લોર સ્થિત વિશ્વેશ્વરૈયા કોલેજ અને મીનાક્ષી ટેકનોલોજી ઇન્સ્ટીટયુટમાં ભણ્યા હતા

કાઠમંડુ : નેપાળમાં Gen-Zનાં વિરોધ પ્રદર્શનો પછી મહિનાઓ વીતી ગયા છે. ગઈકાલે પાંચમી માર્ચે ત્યાં પંચાયત (સંસદ)ની ચૂંટણી યોજાઈ ગઈ છે. પ્રારંભિક મત ગણતરીથી જ મૂળ ઇજનેર છતાં સુંદર સંગીતકાર બાલેન્દ્ર (બાલન) શાહની પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) શરૂઆતથી જ મત ગણતરીમાં આગળ છે. ૫૭ નિર્વાચન ક્ષેત્રો પૈકી ૪૭માં તે પાર્ટી સૌથી આગળ ચાલે છે. તેના નેતા બાલેન્દ્ર શાહ જેઓ બાલનનાં હુલામણા નામથી નેપાળમાં જાણીતા છે. તેઓ દેશના નવા વડાપ્રધાન બનશે તે નિશ્ચિત લાગે છે.

આ બાલેન્દ્ર શાહને ભારત સાથે વિશિષ્ટ સંબંધ છે. કાઠમંડુની હિમાલયન વ્હાઇટ હાઉસ ઇન્ટરનેશનલ કોલેજમાંથી સિવિલ એન્જિનીયરીંગમાં બેચલર ઓફ એન્જિનિયરીંગમાં (બીઈ સિવિલ)ની તેમણે ડીગ્રી મેળવી તે પછી વધુ અભ્યાસ માટે એન્જિનિયરીંગ ક્ષેત્રની એશિયાની અગ્રણી કોલેજો પૈકીની એક વિશ્વેશ્વરૈય્યા ટેકનોલોજીમાં પણ ડીગ્રી મેળવી. સાથે બેંગ્લોરની નિટ્ટે મિનાક્ષી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પણ અભ્યાસ કર્યો. તેઓ સ્ટ્રકચરલ એન્જિનિયર છે.

રાજકારણમાં પડતાં પહેલા તેઓ નેપાળ ને-ફોમ (નેપાળી હીપવ્હોપ)માં ખ્યાતનામ સંગીતકાર પણ હતા. ૨૦૨૨માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. અને મેયરની ચૂંટણીમાં ભારે મોટી બહુમતિથી વિજયી થયા હતા.

૨૦૨૫ના અંતમાં નેપાળમાં ય્ીહ ઢ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયા. તે સમયની ઓલી સરકાર પડી ભાંગી. બાલને તરીકે લોકપ્રિય બની ગયેલા બાલેન્દ્ર શાહે ૨૦૨૬માં મેયર પદેથી ત્યાગ પત્ર આપી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)માં સભ્ય બન્યા. આ આરએસપી મત ગણતરીમાં પહેલેથી જ આગળ છે. તે વિજયી થશે તેમ નિશ્ચિત લાગે છે. ત્યારે બાલેન વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર બની રહેશે.