World

રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
રશિયા અને યુક્રેન વચ્ચે આજે રવિવારે એનર્જી સીઝફાયર થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, તાત્કાલિક અસરથી રશિયા અને યુક્રેન યુદ્ધમાં એનર્જી સીઝફાયર લાગુ પડશે. બંને પક્ષો એકબીજાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. આ કરારને તોડવામાં આવશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો

Russia Ukraine Energy Ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે આજે રવિવારે એનર્જી સીઝફાયર થઈ ગયું છે. એટલે કે બંને દેશો હવે એકબીજાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ હુમલો નહીં કરે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના 'ટ્રુથ સોશિયલ' નેટવર્ક પર વધુ માહિતી આપતા લખ્યું '"'તાત્કાલિક અસરથી લાગુ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એનર્જી સીઝફાયર છે. બંને પક્ષો સહમત થઈ ગયા છે. આને તોડતા નહીં.' મહત્વનું છે કે બંને દેશો જો ટ્રમ્પે કરેલા દાવા પર સહમત થશે તો આવનારા સમયમાં ઈંધણની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી શકે છે.

beeimgtmp-20261011-202052.png

એનર્જી સીઝફાયરની જાહેરાતની માહિતી તેમના માટે પણ નવી: ઝેલેન્સ્કી

અમેરિકન મીડિયા રિપોર્ટ Axios અનુસાર, યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એનર્જી સીઝફાયરની જાહેરાતની માહિતી તેમના માટે પણ નવી હતી. જો રશિયા એનર્જી સીઝફાયર માટે સહમત થાય છે, તો યુક્રેન પણ આના માટે સહમત થશે.

યુક્રેનને હવે એક નવા રાષ્ટ્ર પ્રમુખની જરૂર: ટ્રમ્પ

આ પહેલાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને હવે એક નવા રાષ્ટ્ર પ્રમુખની જરૂર છે. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી પર રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે પૂરતા પ્રયાસો ન કરવાનો આરોપ લગાવ્યો અને અમેરિકામાં ડીઝલની વધતી કિંમતો માટે પણ તેમને જ જવાબદાર ઠેરવ્યા.

'અમેરિકામાં ડીઝલના ભાવ વધવા માટે યુક્રેન જવાબદાર'

અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રવિવારે કહ્યું કે જો મોસ્કો યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા રોકે છે, તો યુક્રેન રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા માટે તૈયાર છે. શનિવારે ટ્રમ્પે રશિયન રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલાઓને અમેરિકામાં ડીઝલના ભાવ વધવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે ઝેલેન્સ્કીને હુમલા રોકવા માટે કહ્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે યુક્રેને પોતાના નેતા બદલી લેવા જોઈએ, કારણ કે ઝેલેન્સ્કીએ મોસ્કો સાથે કરારની ઘણી તકો ગુમાવી દીધી છે.