World

દુશ્મનો સાવધાન! કેમિકલથી લઈને બાયોલોજિકલ વૉર સુધીની તૈયારી, ભારતીય સેના માટે ₹1.10 લાખ કરોડની ખરીદીને મંજૂરી

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં DACની બેઠકમાં ₹1.10 લાખ કરોડના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી અપાઈ છે. આ ઐતિહાસિક નિર્ણયથી સશસ્ત્ર દળોની ક્ષમતા વધશે. 98% સાધનો ભારતીય કંપનીઓ પાસેથી ખરીદાશે, જે આત્મનિર્ભર ભારતને વેગ આપશે. સેના માટે CBRN વાહનો, HMV, નૌકાદળ માટે અરુધ્રા રડાર, અને વાયુસેના માટે GBMPJ ખરીદાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુશ્મનો સાવધાન! કેમિકલથી લઈને બાયોલોજિકલ વૉર સુધીની તૈયારી, ભારતીય સેના માટે ₹1.10 લાખ કરોડની ખરીદીને મંજૂરી

DAC Clears Procurement Proposals 1 Lakh Crore: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC)ની બેઠકમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સશસ્ત્ર દળોની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવા માટે રૂ. 1.10 લાખ કરોડના ખરીદ પ્રસ્તાવોને 'એક્સેપ્ટન્સ ઑફ નેસેસિટી'(AoN)ની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂર કરાયેલી કુલ ખરીદીમાંથી લગભગ 98% સાધનો અને પ્રણાલીઓ ભારતીય કંપનીઓ અને ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ પાસેથી ખરીદવામાં આવશે, જેથી આત્મનિર્ભર ભારત અભિયાનને મોટો વેગ મળશે.

ભારતીય સેના માટે મંજૂર કરાયેલા મુખ્ય સાધનો

સેના માટે અનેક અત્યાધુનિક ઉપકરણોની ખરીદીને લીલી ઝંડી આપવામાં આવી છે.

CBRN વાહનો: કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર (CBRN) રિકોનિસન્સ વાહનો જોખમી રાસાયણિક કે જૈવિક એજન્ટો ધરાવતા વિસ્તારોની દેખરેખ અને તપાસ કરશે.

હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV): મુશ્કેલ ભૂપ્રદેશોમાં સેનાની ગતિશીલતા અને લોજિસ્ટિક્સમાં સુધારો કરશે.

અન્ય સાધનો: સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર(MML), ઍડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર(ALH), ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળ અને વાયુસેનાને સશક્ત કરાશે

ઇન્ડિયન નેવી: નૌકાદળ માટે અરુધ્રા રડાર(Arudhra Radars)ની ખરીદીને મંજૂરી મળી છે, જે જૂના એર રૂટ સર્વેલન્સ રડારનું સ્થાન લેશે. આ ઉપરાંત મરીન ગેસ ટર્બાઇન(MGT)નું સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સ: ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની લડાયક ક્ષમતા વધારવા માટે 'ગ્રાઉન્ડ-બેઝ્ડ મલ્ટી-પર્પઝ જેબર્સ'(GBMPJ)ની ખરીદી કરાશે, જે દુશ્મનના રડારને નિષ્ક્રિય કરવામાં મદદ કરશે.

સ્માર્ટ આઇડેન્ટિટી કાર્ડ સિસ્ટમ: સંરક્ષણ દળો માટે રજૂ કરાનારી 'સિક્યોર એક્સેસ કાર્ડ સિસ્ટમ' જૂના પેપર આઇડી કાર્ડનું સ્થાન RFID ટેકનોલોજી આધારિત સ્માર્ટ કાર્ડથી બદલશે.