World

ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક અને ભારતીય મૂળના શિવોન જિલિસનો સંબંધ અચાનક સમાપ્ત થયો છે. ન્યુરાલિંકના સિનિયર એક્ઝિક્યુટીવ શિવોને X પર આ માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રેમભર્યા સંબંધમાંથી અલગ થવું મુશ્કેલ છે, પરંતુ તેઓ સારા મિત્રો રહેશે અને બાળકોના વાલી તરીકેની જવાબદારી નિભાવશે. ફેબ્રુઆરી 2025માં મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન મસ્ક અને શિવોને બાળકો સાથે તેમની મુલાકાત પણ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ

વોશિંગ્ટન : વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્ક અને તેમની ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસનો સંબંધ અચાનક સમાપ્ત થયો છે. ન્યુરાલિંકની સિનિયર એક્ઝિક્યુટીવ શિવોને મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે પ્રેમભર્યા સંબંધમાંથી અચાનક અલગ થવું મુશ્કેલ છે. પણ જીવન ક્યારેક એવી પરિસ્થિતિ સામે લાવે છે.
શિવોન જિલિસે સ્પષ્ટ કર્યું કે સંબંધ સમાપ્ત થયા પછી પણ તે અને મસ્ક સારા મિત્રો બની રહેશે તેમજ બાળકોના વાલી તરીકેની જવાબદારી નિભાવતા રહેશે. તેમના જણાવ્યા મુજબ આ અલગાવ કોઈ લાંબી ખેંચતાણ પછી નહિ, પણ અચાનક થયો છે.
સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટમાં તેમણે આ પરિવર્તનને ભાવનાત્મક રીતે મુશ્કેલ ગણાવ્યું હતું.
શિવોન ભારતીય અને કેનેડિયન મૂળ ધરાવે છે. મસ્કે અગાઉ એક મુલાકાતમાં તેમની પાર્ટનર અડધી ભારતીય હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના એક પુત્રનું નામ ભારતીય ભૌતિકશાસ્ત્રી સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમ્યાન મસ્ક અને શિવોને બાળકો સાથે તેમની મુલાકાત પણ કરી હતી.