World

કોંગોથી નીકળેલો ઇબોલા ફ્રાંસ પહોંચ્યો, પહેલો કેસ નોંધાયો : યુગાન્ડામાં 2 સંક્રમિત થયા

By GS Team
25 Jun 20262 mins read
TukuTouch Logo
કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ વધ્યો છે, જ્યાં 1000થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 277ના મૃત્યુ થયા છે. આ રોગ હવે ફ્રાન્સ અને યુગાન્ડામાં પણ ફેલાયો છે. ફ્રાન્સમાં કિન્સાશાથી આવેલ એક દર્દીમાં કેસ નોંધાયો, જ્યારે યુગાન્ડામાં 20થી વધુ કેસ સામે આવ્યા છે. આ રોગ માટે કોઈ રસી કે દવા ઉપલબ્ધ નથી, જેના કારણે ચિંતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગોથી નીકળેલો ઇબોલા ફ્રાંસ પહોંચ્યો, પહેલો કેસ નોંધાયો : યુગાન્ડામાં 2 સંક્રમિત થયા
  • આ રોગની કોઈ રસી નથી કે તે માટે નિશ્ચિત ઔષધ નથી
  • કોંગોમાં 1000થી વધુ સંક્રમિત થયા છે : 277નાં મૃત્યુ થયાં છે, હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી પડે છે : 387 કોરોન્ટાઇનમાં રખાયા છે
    નવી દિલ્હી : ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાંથી શરૂ થયેલા ઇબોલા વાયરસે હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. એક મહીનામાં જ કોંગોમાં એક હજારથી વધુ લોકો ઇબોલાથી સંક્રમિત થયા છે. ૨૭૭નાં તો મૃત્યુ થયાં છે પરંતુ હવે તો આ ઈબોલા ફ્રાંસ પહોંચ્યો છે તો કોંગોની પૂર્વે આવેલાં યુગાન્ડામાં પણ ૨૦થી વધુ કેસ નોંધાયા છે.
    ફ્રાંસનાં આરોગ્ય મંત્રાલયે બુધવારે સાંજે જણાવ્યું હતું કે દેશમાં પહેલો ઇબોલા કેસ નોંધાયો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ રોગનો દર્દી કિન્સાશાથી એરફ્રાંસ દ્વારા પેરિસ પહોંચ્યો હતો. પહેલાં તો તેને માત્ર માથાનો દુ:ખાવો થયો હતો. પરંતુ, ઉડાન દરમિયાન તેની હાલત બગડતી ગઈ. લેન્ડીંગ પછી તુર્ત જ તેને આઈઝોલેશનમાં રાખવામાં આવ્યો. તબીબોએ કહ્યું કે અત્યારે તો તેની હાલત સ્થિર છે.
    એરલાઈન્સે તમામ યાત્રીઓની સૂચિ આરોગ્ય અધિકારીઓને આપી દીધી છે, અને તે ઇબોલા સંક્રમિત યાત્રીના સંપર્કમાં આવેલા તમામને શોધવામાં આવી રહ્યા છે. જેથી તેમને સંક્રમણ નથી થયું કે થયું છે તે જાણી શકાય.
    યુગાન્ડાનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કુલ ૨૦ જેટલા ઇબોલા સંક્રમિતો જાણવા મળ્યા છે તેમાં ૧૫ તો કોંગોથી આવેલા પ્રવાસીઓ છે. પાંચ સ્થાનિક સંક્રમણના કેસ છે. જો કે ૨૦માંથી ૧૫ હવે સ્વસ્થ થઇ ગયા છે.
    કોંગોમાં સ્થિતિ ઘણી ખરાબ છે. ૧૫ મેમાં જાણવા મળેલા આ રોગમાં ૧૦૯૪ રોગીઓ જાણવા મળ્યા છે. ૨૭૭નાં મૃત્યુ થયાં છે. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝેશનના ડીરેકટર અબીર રહેમાન મહેમૂદે જીનીવામાં જણાવ્યું હતું કે આફ્રિકાના ઇતિહાસમાં ઇબોલાનો આ પ્રકોપ અસામાન્ય છે. ૩૮૭ ક્વોરેન્ટાઇનમાં છે, ૧૩૧ સંદિગ્ધ કેસો પણ છે.
    કોંગોમાં તો કેટલાક શહેરોમાં હોસ્પિટલો ઘણી નાની હોય છે. ત્યાં હવે બેડની સંખ્યા ઓછી પડે છે.
    આ રોગ શ્વાસ દ્વારા છીંક દ્વારા કે ઉધરસ દ્વારા ફેલાય છે. આ રોગના દર્દીનો કફ પડયો હોય તો તેમાંથી તેનાં વાયરસ ફેલાય છે. આ ઘણી ગંભીર બાબત છે. સૌથી વધુ ગંભીર બાબત તો તે છે કે આ રોગ સામે કોઈ ઔષધ શોધાયું નથી કે તે સામે કોઈ રસી વેક્સિન શોધાઈ નથી.