World

પાકિસ્તાનમાં ફરી ભૂકંપ, સતત ત્રીજા દિવસે ધ્રૂજી ધરતા લોકોમાં દહેશત, ત્રીજો આંચકો 4.7ની તીવ્રતાનો

By GS TEAM
20 Oct 20251 min read
TukuTouch Logo
પાકિસ્તાનમાં સોમવારે સતત ત્રીજા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના રિપોર્ટ મુજબ, સોમવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમીનમાં માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ છે. આ ભૂકંપના કારણે વિસ્તારમાં વધુ આંચકા આવવાની આશંકા વધી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં ફરી ભૂકંપ, સતત ત્રીજા દિવસે ધ્રૂજી ધરતા લોકોમાં દહેશત, ત્રીજો આંચકો 4.7ની તીવ્રતાનો

Pakistan Earthquake : પાકિસ્તાનમાં સોમવારે સતત ત્રીજા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના રિપોર્ટ મુજબ, સોમવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમીનમાં માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ છે. આ ભૂકંપના કારણે વિસ્તારમાં વધુ આંચકા આવવાની આશંકા વધી ગઈ છે.

શનિવારે અને રવિવારે પણ આવ્યો હતો ભૂકંપ

સોમવાર પહેલા શનિવાર અને રવિવારે પણ પાકિસ્તાનમાં આશરે 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. જોકે, છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપના કારણે કોઈ મોટી જાનમાલની નુકસાનીના સમાચાર નથી, પરંતુ સતત આવતા આ આંચકાઓએ લોકોમાં ભય ઉભો થયો છે.

ભૂકંપનું ઊંડાણ કેન્દ્ર અને સપાટી વચ્ચે ઓછું અંતર

નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં આવી રહેલા ભૂકંપ ઊંડા ભૂકંપની તુલનામાં વધુ જોખમી સાબિત થઈ શકે છે. જમીનની અંદર આવેલો ભૂકંપ અને જમીનની સપાટી વચ્ચે ઓછું અંતર છે, જેના કારણે આગામી સમયમાં વધુ સંકટ આવી શકે છે. આ કારણે ઈમારતોને વધુ નુકસાન થવાની શક્યતા રહે છે.

આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે ચીને અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો, હવે શું કરશે ટ્રમ્પ?

પાકિસ્તાન ભૂકંપ પ્રવૃત્તિનું સક્રિય ક્ષેત્ર

પાકિસ્તાન ભૂકંપના જોખમવાળા ક્ષેત્રમાં આવેલું છે. બલૂચિસ્તાનમાં વર્ષ 1945માં 8.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો : હવે યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે, મેક્રોન સાથે વાતચીત બાદ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન