કેમ્બ્રિજમાં ડૉ. મનમોહનસિંઘના તૈલ-ચિત્રનું અનાવરણ ખ્યાતનામ એકેડમીક્સે પ્રશંસાના પુષ્પો વરસાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતના પૂર્વ આર્થિક સલાહકાર કૌશિક બાસુએ કહ્યું : 'તેઓ વિશ્વના સૌથી વધુ આદરણીય નેતાઓ પૈકીના એક હતા'
નવી દિલ્હી : ભારત જ્યારે ઇંગ્લેન્ડની બેંકમાં સોનું ગીરવે મૂકી મહાપ્રયત્ને ફોરેન-એક્સચેન્જ મેળવી રહ્યું હતું ત્યારે ભારતને તે કળણમાંથી બહાર કાઢી અર્થતંત્રની ગાડીને પાટા પર ચઢાવનાર મહાન અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ નાણાંપ્રધાન અને પછી વડાપ્રધાનપદે આવેલા ડૉ. મનમોહનસિંઘના તૈલચિત્રનું કેમ્બ્રિજ યુનિવર્સિટીના સેન્ટ્રલ હૉલમાં અનાવરણ કરાતા દરેક ભારતીય ગર્વિષ્ટ બની રહ તે સહજ છે.
આ અગે ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. કૌશિક બસુએ કહ્યું હતું : 'કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉ. મનમોહનસિંઘના તૈલચિત્રનું અનાવરણ થયું હોવાથી મને અત્યંત આનંદ થયો છે. તેઓ વિશ્વના સૌથી વધુ આદરણીય નેતાઓ પૈકીના એક હતા.'
ડૉ. બસુએ આગળ કહ્યું કે, 'મને તેઓ સાથે કામ કરવાની તક મળી હતી. તેઓ અસામાન્ય મેધાવી હતા છતાં ઘણા જ વિનમ્ર હતા. તેમ જ પોતાના કર્તવ્ય પ્રત્યે પૂર્ણત: પ્રતિબદ્ધ હતા. તેઓએ જ ભારતને વિશ્વ ફલક ઉપર વિશિષ્ટ સ્થાન અપાવ્યું.
વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂર્વ- વિદ્યાર્થીઓના તૈલ-ચિત્રો ભાગ્યે જ મૂકવામાં આવે છે. સહજ પણ છે તેમાં માત્ર મહામેધાવી પૂર્વ વિદ્યાર્થીઓના જ ચિત્રો હોય છે.
ડૉ. મનમોહન સિંઘે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ૨૦૨૪માં જ્યારે તેઓનું નિધન થયું ત્યારે યુનિવર્સિટીએ એક વિશેષ નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું તેમાં જણાવ્યું હતું કે, 'યુનિવર્સિટી તેના અસામાન્ય પૂર્વ વિદ્યાર્થીઓ પૈકીના એકના નિધનથી ઘણી જ શોકાતુર બની છે.' નિવેદન વધુમાં જણાવે છેે કે, 'તેઓએ ૧૯૫૭માં ઇકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ સાથે ડિગ્રી મેળવી હતી. આદમ સ્મિથથી શરૂ કરી અનેકવિધ પારિતોષિકો પણ મેળવ્યા હતા. ૧૯૫૦માં ઓનરરી ફેલો ઑફ સેન્ટ જોન્સ કોલેજ તરીકે તેઓને બહુમાનિત કરાયા હતા. ૧૯૬૨માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડી. ફીલની ડિગ્રી મેળવી હતી. તેમણે ઇંડીયાઝ એક્સપોર્ટ ટ્રેન્ડઝના એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ-સસ્ટેઇન્ડ ગ્રોથ નામક પુસ્તક પણ લખ્યું હતું.




