World

યુરોપમાં ગરમીથી હાહાકાર ! ફ્રાન્સમાં હીટવેવથી 4 દિવસમાં 1000ના મોત, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
રોપમાં ગરમીથી હાહાકાર સ્થિતિ સર્જાઈ છે. ફ્રાન્સમાં હીટવેવથી પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર ચાર દિવસમાં લગભગ 1,000 લોકો મૃત્યુ પામ્યા છે. આમ, આ આંકડો વધે તેવી શક્યતા છે. બીજી તરફ, વૈજ્ઞાનિકોએ ગરમીને લઈને ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપમાં ગરમીથી હાહાકાર ! ફ્રાન્સમાં હીટવેવથી 4 દિવસમાં 1000ના મોત, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Europe Heatwave Deaths France: યુરોપમાં ગરમીથી હાહાકાર સ્થિતિ સર્જાઈ છે. ફ્રાન્સમાં હીટવેવથી પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર ચાર દિવસમાં લગભગ 1,000 લોકો મૃત્યુ પામ્યા છે. આમ, આ આંકડો વધે તેવી શક્યતા છે. બીજી તરફ, વૈજ્ઞાનિકોએ ગરમીને લઈને ચેતવણી આપી છે.

ફ્રાન્સમાં હીટવેવથી 4 દિવસમાં 1000ના મોત

માત્ર ફ્રાન્સ જ નહીં પરંતુ જર્મની, ઇટાલી અને પોલેન્ડ પણ હાલમાં તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. જેમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાનું અનુમાન છે. ફ્રાન્સમાં રેકોર્ડબ્રેક ગરમીના કારણે અનેક લોકોના મોત થયા છે. યુરોપના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચવાની ધારણા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.


રોઇટર્સ અનુસાર, ફ્રેન્ચ જાહેર આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે ગરમીથી થતા મોટાભાગના મૃત્યુ વૃદ્ધ લોકોમાં થયા છે. જાહેર આરોગ્ય એજન્સીએ ચેતવણી આપી હતી. તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

20 જૂનથી ભારે ગરમી

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 20 જૂનથી શરૂ થયેલી ગરમી યુરોપમાં અત્યાર સુધીની સૌથી તીવ્ર ગરમી સાબિત થઈ છે. તીવ્ર ગરમીના કારણે વીજ ઉત્પાદન ખોરવાયું છે, માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે અને આરોગ્ય સેવાઓ પર ભારે તણાવ વધ્યો છે. એકંદરે ગરમીની અસરો લોકોના દુઃખમાં સતત વધારો કરી રહી છે.

સમગ્ર મામલે નિષ્ણાતો આબોહવા પરિવર્તનને જવાબદાર માને છે. માનવ-સર્જિત આબોહવા પરિવર્તન વિના, આ ગરમીનું મોજું લગભગ અશક્ય હોત. આ અઠવાડિયે રાત્રિના સમયે અસામાન્ય રીતે ઊંચા તાપમાનમાં આબોહવા પરિવર્તનથી પરિસ્થિતિ વધુ વણસી છે.